WAKANER:વાંકાનેરમાં ગાયત્રી મંદિર નજીક મફતિયાપરામાં જાહેરમાં જુગાર રમતા ૫ ઇસમો ઝડપાયા

WAKANER:વાંકાનેરમાં ગાયત્રી મંદિર નજીક મફતિયાપરામાં જાહેરમાં જુગાર રમતા ૫ ઇસમો ઝડપાયા
વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર પાસે આવેલા મફતિયાપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ ઇસમોને વાંકાનેર સીટી પોલીસની ટીમે બાતમીના આધારે રેડ પાડીને રોકડ રકમ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે.
મળતી વિગતો અનુસાર, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન ગાયત્રી મંદિર પાસે આવેલા મફતિયાપરામાં નરસિંહભાઈ પાંચાભાઈ ચૌહાણના ઘર પાસેની ખૂલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ઘટનાસ્થળેથી જુગાર રમતા પાંચ ઇસમોને પકડી પાડ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓ ૧. સુરેશભાઈ વશરામભાઈ ગર (રહે. મફતિયાપરા, વાંકાનેર) ૨. મહેશભાઈ ધીરૂભાઈ સંઘાર (રહે. રાજકોટ) ૩. આકાશભાઈ ઉર્ફે કાનો નારણભાઈ જોગીયાણી (રહે. મફતિયાપરા, વાંકાનેર) ૪. સાગરભાઈ કેશાભાઈ વિકાણી (રહે. મફતીયાપરા, વાંકાનેર) ૫. લાલો ગોરધનભાઈ જોગીયાણી (રહે. મોરબી) પોલીસે ઘટનાસ્થળેથી રૂ. ૧૦,૨૦૦/- ની રોકડ રકમ નો મુદ્દામાલ જપ્ત કરીને પાંચેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








