WAKANER:વાંકાનેર: નવા રાજવડલા કેનાલ પાસે જુગાર રમતા ૫ શખ્સો રૂ. ૩૪,૭૦૦ ની રોકડ સાથે ઝડપાયા




WAKANER:વાંકાનેર: નવા રાજવડલા કેનાલ પાસે જુગાર રમતા ૫ શખ્સો રૂ. ૩૪,૭૦૦ ની રોકડ સાથે ઝડપાયા

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે હાથ ધરવામાં આવેલા ખાસ પેટ્રોલિંગ દરમિયાન જુગાર રમતા પાંચ શખ્સોને રોકડ રકમ સાથે ઝડપી પાડવામાં સફળતા મળી છે.
મળતી માહિતી મુજબ, વાંકાનેર સિટી પોલીસની ટીમ જ્યારે બસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે નવા રાજવડલા ગામની પાણીની કેનાલ પાસે આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ગેરકાયદેસર રીતે નસીબ આધારિત જુગાર રમી રહ્યા છે.

બાતમી મળતાની સાથે જ પોલીસ ટીમે તુરંત પ્લાન બનાવી સદર સ્થાન પર દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન સ્થળ પરથી જુગાર રમતા પાંચ આરોપીઓને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂપિયા ૩૪,૭૦૦ ની રોકડ રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પકડાયેલા આરોપીઓ ૧. રહીમભાઈ અબ્દુલભાઇ માથકીયા (રહે. આરોગ્યનગર, વાંકાનેર) ૨. અલ્તાફભાઈ આમદભાઇ બ્લોચ (રહે. ગામ રાજાવડલા, તા. વાંકાનેર) ૩. મહેબુબભાઈ આમદભાઈ શેરસીયા (રહે. ગામ રાજાવડલા, તા. વાંકાનેર) ૪. નજરહુસેન વલીમામદભાઈ શેરસીયા (રહે. લિંબાળા ગામ, તા. વાંકાનેર) ૫. રમેશભાઈ અમુભાઈ સારલા (રહે. ગામ રાજાવડલા, તા. વાંકાનેર) પોલીસે આ પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુન્હો નોંધી, તમામની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



