



WAKANER:વાંકાનેર મેસરીયા પંથકમાં પીવાના પાણીની સમસ્યાના ઉકેલ તરફ મહત્વનું પગલું

“‘ગારીડા-જાલીડા વચ્ચે નવો સંપ અને પમ્પિંગ સ્ટેશન કાર્યરત થતાં વોટર સપ્લાય શરૂ”‘

વાંકાનેર: વાંકાનેર તાલુકાના મેસરીયા પંથકમાં લાંબા સમયથી ચાલી આવતી પીવાના પાણીની સમસ્યાના ઉકેલ તરફ મહત્વનું પગલું ભરાયું છે. ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા 100 એલ.પી.સી.ડી. ગ્રુપ સુધારણા યોજના અંતર્ગત ચાલી રહેલા કામોમાં ગારીડા-જાલીડા વચ્ચે ઓગમેન્ટેશન ઓફ વાંકાનેર ગ્રુપ વોટર સપ્લાય સ્કીમ પ્રોજેક્ટ હેઠળ નવા સંપ અને પમ્પિંગ સ્ટેશનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.કામ પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેના પગલે મેસરીયા સહિત આસપાસના પંથકના લોકોને પીવાના પાણીની સુવિધામાં રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કામગીરીની મુલાકાત દરમિયાન વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર, તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા તથા સદસ્ય અલ્પેશભાઈ, સરપંચ રાજુભાઈ, એન્જિનિયર સમીરભાઈ કુરેશી, કોન્ટ્રાક્ટર સાવનભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પાણી પુરવઠાની આ નવી વ્યવસ્થા આગામી સમયમાં મેસરીયા પંથકના ગ્રામજનો માટે પીવાના પાણીની સમસ્યામાં નોંધપાત્ર રાહતરૂપ બની શકે છે.


