WAKANER:વાંકાનેર મૈત્રી કરારનો ખાર રાખી મહિલાના પૂર્વ સાસરી પક્ષનો હુમલો







WAKANER:વાંકાનેર મૈત્રી કરારનો ખાર રાખી મહિલાના પૂર્વ સાસરી પક્ષનો હુમલો


વાંકાનેર તાલુકાના પાંજ ગામે મૈત્રી કરાર કરીને રહેતી એક મહિલાના પૂર્વ સાસરી પક્ષના સગાંઓએ ઉશ્કેરાઈને મહિલાના મામા અને ૧૫ વર્ષના સગા ભાણેજ પર લોખંડના પાઇપ અને ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, મૂળ વાંકાનેરના લાલપર ગામના રહેવાસી અજીજાબેન ફારુકભાઈ સંધિ પોતાના પતિથી અલગ થઈને છેલ્લા ચાર મહિનાથી નાસીરભાઈ મુરાદભાઈ પઠાણ નામના યુવક સાથે મૈત્રી કરાર કરી વાંકાનેર તાલુકાના પાંજ ગામે રહે છે. અજીજાબેને અન્ય યુવક સાથે મૈત્રી કરાર કર્યા હોવાનો ખાર રાખીને તેમના પૂર્વ સાસરી પક્ષના લોકોએ આ હુમલો કર્યો હતો.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદીના સાથી મુરાદખાન તથા તેમનો ૧૫ વર્ષનો પૌત્ર નવાઝ લાલપર ગામે તેમની દીકરીની હોટલ પર બેઠા હતા. તે દરમિયાન લાલપર ગામના જ રહેવાસી આરોપીઓ:૧. સલિમભાઈ બ્લોચ,૨. આશિફ સલિમભાઈ બ્લોચ ,૩. અબરાર સલિમભાઈ બ્લોચ ત્યાં ધસી આવ્યા હતા અને લોખંડના પાઇપ તેમજ ધોકા વડે હુમલો કરી દીધો હતો.આ હુમલામાં સાથી મુરાદખાનને બંને પગ અને બંને હાથમાં તેમજ તેમના પૌત્ર નવાઝને જમણા હાથે, જમણા પગે અને ડોકના ભાગે સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આરોપીઓએ હુમલો કરવા સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.આ મામલે અજીજાબેનની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




