WAKANER:વાંકાનેરના રાજા વડલામાં મકાન-રસ્તાના વિવાદમાં ભાઈ-ભાભીઓએ યુવક પર કર્યો હુમલો: ૪ વિરુદ્ધ ગુનો નોંધાયો

WAKANER:વાંકાનેરના રાજા વડલામાં મકાન-રસ્તાના વિવાદમાં ભાઈ-ભાભીઓએ યુવક પર કર્યો હુમલો: ૪ વિરુદ્ધ ગુનો નોંધાયો
વાંકાનેર તાલુકાના રાજા વડલા ગામે મકાન તેમજ આવવા-જવાના રસ્તાના જૂના વિવાદને લઈને સગા ભાઈઓ અને ભાભીઓએ એકસંપ થઈ યુવક પર લાકડી અને ઢીંકાપાટુ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, રાજા વડલા ગામે રહીને ટ્રક ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા અફસાદભાઈ ઈસ્માઈલભાઈ વડાવીયા (મોમીન) (ઉં.વ. ૩૨) ને મકાન અને રસ્તા બાબતે પોતાના સગા ભાઈઓ સાથે અગાઉથી તકરાર ચાલતી હતી.
ઘટનાના દિવસે આરોપીઓ ફરિયાદીના ઘર પાસે આવીને દેકારો કરી રહ્યા હતા. ફરિયાદી ઘર બહાર આવ્યા અને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીઓએ હુમલો કર્યો હતો.આરોપી અનવરભાઈ: પોતાની પાસે રહેલી લાકડી વડે ફરિયાદીને માથાના ભાગે ઘા માર્યો હતો.અન્ય આરોપીઓ: ફરિયાદીને ઢીંકાપાટુનો માર મારી માથાના ભાગે તથા શરીરે મૂઢ ઈજાઓ પહોંચાડી હતી.જતાં-જતાં આરોપીઓએ “આજ તો તું બચી ગયો, હવે પછી ભેગો થઈશ તો પાડી દેશું” તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આરોપીઓ પોલીસે ફરિયાદીની અરસપરસની વિગતોના આધારે નીચે મુજબના ચાર લોકો સામે ગુનો નોંધ્યો છે:૧. અનવરભાઈ ઇસ્માઇલભાઈ વડાવીયા ,૨. અસરફભાઈ ઈસ્માઇલભાઈ વડાવીયા ,૩. ફેમીદાબેન અનવરભાઈ વડાવીયા ,૪. રૂબીયાબેન અસરફભાઇ વડાવીયા (તમામ રહે. રાજવડલા, તા. વાંકાનેર) પોલીસ કાર્યવાહી ઈજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે ચારેય આરોપીઓ સામે કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.










