WAKANER;વાંકાનેરના કાશીપર ગામે જમીનની બાબતે ડખ્ખો: પિતા-પુત્ર પર કુહાડી અને લાકડીઓ વડે જીવલેણ હુમલો




WAKANER;વાંકાનેરના કાશીપર ગામે જમીનની બાબતે ડખ્ખો: પિતા-પુત્ર પર કુહાડી અને લાકડીઓ વડે જીવલેણ હુમલો

વાંકાનેર તાલુકાના કાશીપર ગામે જમીન બતાવવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ વિવાદમાં ચાર શખ્સોએ એકસંપ થઈને પિતા-પુત્ર પર કુહાડી અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, કાશીપર ગામે રહેતા અને ખેતીકામ કરતા શૈલેષભાઈ ધીરુભાઈ ધોરીયા (ઉં.વ. ૩૦) એ આ મામલે ગામના જ ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઘટનાની વિગત એવી છે કે આરોપી રામજી વાધાભાઇ ધોરીયા તેમના મોટાબાપુની જમીન વેચવા માટે કોઈને બતાવવા આવ્યા હતા. આ દરમિયાન તેઓ બાજુમાં આવેલી ફરિયાદી શૈલેષભાઈની જમીન પણ બતાવતા હતા, જેથી ફરિયાદીએ પોતાની જમીન બતાવવાની ના પાડી હતી.
ગામની શાળા પાસે બોલાવીને કર્યો હુમલો
આ બાબતની અદાવત રાખીને આરોપી રામજીએ ફરિયાદી શૈલેષભાઈને રાત્રિના સમયે ગામની શાળા (નિશાળ) પાસે વાતચીત કરવા માટે બોલાવ્યા હતા. ત્યાં આરોપીએ ફરિયાદીને કહ્યું હતું કે, “તું વાડીએ બહુ હવા કરતો હતો.” તેમ કહી ગાળાગાળી શરૂ કરી દીધી હતી.
જોતજોતામાં મામલો બિચક્યો હતો અને આરોપીઓએ હુમલો કરી દીધો હતો:આરોપી રામજી: ફરિયાદીને છાતીના ભાગે કુહાડી (કવાડી) નો ઘા ઝીંક્યો હતો.આરોપી ગોપાલ: ફરિયાદીના માથાના ભાગે લાકડી ફટકારી હતી.આરોપી મુકેશ: ફરિયાદીને કમરના ભાગે લાકડી વડે માર માર્યો હતો.આ હુમલા દરમિયાન શૈલેષભાઈના પિતા તેમને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા. પરંતુ આરોપીઓ એટલા ઉશ્કેરાયેલા હતા કે ચોથા આરોપી ડાયા વાધાએ ફરિયાદીના પિતા પર પણ હુમલો કરી, તેમના જમણા હાથના ભાગે લાકડી મારી મૂઢ ઈજાઓ પહોંચાડી હતી.આ હુમલા સંદર્ભે ફરિયાદી શૈલેષભાઈ ધોરીયાએ કાશીપર ગામના જ ચાર આરોપીઓ:રામજી વાધાભાઇ ધોરીયા ,ડાયાભાઇ વાધાભાઇ ધોરીયા ,ગોપાલ મસાભાઇ ધોરીયા. મુકેશ વાધાભાઇ ધોરીયા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને તમામ આરોપીઓ સામે આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.



