MORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેર ધમલપર ગામમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

 

WAKANER:વાંકાનેર ધમલપર ગામમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

વાંકાનેર સિટી પોલીસની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી પેટ્રોલિંગ દરમિયાન જુગાર રમતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ધમલપર ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા પાંચ શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

વાંકાનેર સિટી પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ધમલપર ગામ પાસે જાહેરમાં અમુક લોકો જુગાર રમતા હોવાનું જણાયું હતું. પોલીસે તુરંત કાર્યવાહી કરતા ઘટનાસ્થળેથી રૂપિયા ૬,૧૮૦ની રોકડ રકમ સાથે પાંચ ઇસમોને રંગેહાથ પકડી લીધા હતા.

પોલીસે મંગાભાઈ દેવજીભાઈ કરપૈયા (ઉં.વ. ૭૦), રહે. પંચવટી-૨, વાંકાનેર.રાજેશભાઈ કાળુભાઈ રાઠોડ (ઉં.વ. ૩૮), રહે. પંચવટી-૨, વાંકાનેર.રમેશભાઈ અમરશીભાઈ મેર (ઉં.વ. ૫૦), રહે. વાંકાનેર. રાજેશભાઈ વલ્લભભાઈ ઝીંઝરિયા (ઉં.વ. ૪૩), રહે. વાંકાનેર.ધીરુભાઈ ગાંડુભાઈ સનુરા (ઉં.વ. ૬૫), રહે. પંચવટી-૨, વાંકાનેર.પોલીસે તમામ પાંચેય આરોપીઓ પાસેથી જુગારના સાધનો અને રોકડ રકમ કબજે કરી છે. આ શખ્સો વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!