WAKANER:વાંકાનેરમાં એક્ટિવાની ડેકીમાંથી વિદેશી દારૂ ઝડપાયો: રૂ. 33,900ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ




WAKANER:વાંકાનેરમાં એક્ટિવાની ડેકીમાંથી વિદેશી દારૂ ઝડપાયો: રૂ. 33,900ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ

વાંકાનેર સિટી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી કરી એક શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને એક્ટિવા સહિત કુલ રૂપિયા 33,900નો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

વાંકાનેર સિટી પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પચ્ચીસવારીયા વિસ્તારમાં ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી ‘ડી.ટુ. હેર’ નામની દુકાન નજીક એક શંકાસ્પદ એક્ટિવા (નંબર: GJ-36-H-6299) ને અટકાવી તેની તપાસ કરવામાં આવી હતી.
પોલીસે એક્ટિવાની ડેકીમાં તપાસ કરતા વેચાણ કરવાના ઈરાદે રાખવામાં આવેલી વિદેશી દારૂની 13 બોટલ મળી આવી હતી.દારૂની કિંમત: રૂ. 3,900 એક્ટિવાની કિંમત: રૂ. 30,000,કુલ મુદ્દામાલ: રૂ. 33,900 આરોપીઓની ધરપકડ અને તપાસ પોલીસે સ્થળ પરથી સમીર શાંતિલાલ બજાણીયા (ઉં.વ. 35, રહે. કુંભારપરા શેરી નં-2, વાંકાનેર) ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન આ ગુનામાં અન્ય એક શખ્સ મેહુલ ઉર્ફે બોબી વિરેન ચંદ્ર મારું (રહે. વાંકાનેર) નું નામ પણ ખુલ્યું છે. પોલીસે બંને ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.




