MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી ગેરકાયદેસર ગેસ રીફીલિંગ કૌભાંડ ઝડપાયું: મોરબી SOGની મોટી કાર્યવાહી

 

WAKANER:વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી ગેરકાયદેસર ગેસ રીફીલિંગ કૌભાંડ ઝડપાયું: મોરબી SOGની મોટી કાર્યવાહી

મોરબી ડિસ્ટ્રિક્ટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે એક મોટી કાર્યવાહી કરીને વાંકાનેર વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રીફીલિંગના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસ સપાટામાં એક ઇસમ મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયો છે.

મળતી માહિતી મુજબ, મોરબી એસ.ઓ.જી. ટીમ જ્યારે પોતાના ચાર્ટર મુજબ પેટ્રોલીંગ અને સરપ્રાઈઝ ચેકિંગની કામગીરીમાં હતી, તે દરમિયાન ટીમને એક ચોક્કસ અને ખાનગી બાતમી મળી હતી. બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે વાંકાનેરની ઢુવા ચોકડી પાસે ઓચિંતો દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી ગેરકાયદેસર રીતે ગેસના બાટલાનું રીફીલિંગ (એક સિલિન્ડરમાંથી બીજા સિલિન્ડરમાં ગેસ ભરવાનું) કરતા એક ઇસમને રંગેહાથ પકડી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીની વિગત નીચે મુજબ છે:આરોપીનું નામ: હનીફભાઈ હુશેનભાઈ બાવરા રહેવાસી: ગામ- વાકીયા, તાલુકો- વાંકાનેર પોલીસે ઘટનાસ્થળેથી ગેસના સિલિન્ડરો અને રીફીલિંગ માટેના સાધનો સહિત કુલ રૂપિયા ૪૩,૬૫૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.માનવ જિંદગી જોખમાય તે રીતે કોઈપણ સુરક્ષાના સાધનો વિના ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા બદલ આરોપી સામે કડક પગલાં લેવાયા છે. મોરબી SOG એ આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં:બી.એન.એસ. (BNS) કલમ ૨૮૭ (અગ્નિ અથવા જ્વલનશીલ પદાર્થ અંગે બેદરકારીભર્યું વર્તન)આવશ્યક ચીજવસ્તુ ધારા (Essential Commodities Act) ની કલમ ૩ અને ૭ મુજબ ગુનો રજીસ્ટર કરાવ્યો છે. આ અંગે આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી માટે આરોપી તેમજ મુદ્દામાલ વાંકાનેર તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!