AMRELIJAFRABAD

બાબરકોટ ગામે કોળીસેના અને સમસ્ત ગ્રામજનો દ્વારા કૃષ્ણ ભગવાન ના જન્મ દિવસ ની ઉજવણી ધૂમ ધામ થી ઉજવણી કરવામાં આવી

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે કોળીસેના અને સમસ્ત ગ્રામજનો દ્વારા કૃષ્ણ ભગવાન ના જન્મ દિવસ ની ઉજવણી ધૂમ ધામ થી ઉજવણી કરવામાં આવી..

જાફરાબાદ તાલુકાનું માત્ર એક એવું ગામ છે ત્યાં દર વર્ષે સર્વ જ્ઞાતિ ના લોકો સાથે મળીને સમસ્ત ગ્રામજનો દ્વારા જન્માષ્ટમી પર્વ ની ઉજવણી ધૂમ ધામ થી કરવામાં આવે છે

બાબરકોટ ગામ ના લોકોની માન્યતા મુજબ કુષ્ણ ભગવાન નો જન્મ આઠમ ની મધ્ય રાત્રીએ થયાં બાદ નોમ ના દિવસે સમસ્ત ગ્રામજનો સાથે મળીને મટકી ફોડ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે છે

બાબરકોટ ગામની તમામ શેરી એ શેરી એ જયને કનૈયા દ્વારા મટકી ફોડવામાં આવે છે સવાર ના નવ વાગે થી લય ને સાંજના છ વાગ્યા સુધી સમસ્ત ગામ માં રથયાત્રા કાઢવામાં આવે છે આ શોભાયાત્રા દરમિયાન સમસ્ત ગ્રામજનો સાથે જોડાઈ રહે છે

જાફરાબાદ તાલુકાના અનેક ગામો ના લોકો બાબરકોટ ગામે જન્માષ્ટમી પર્વ ની ઉજવણી જોવા માટે દૂર દૂર થી લોકો આવે છે
બાબરકોટ ગામ સમસ્ત આયોજિત જન્માષ્ટમી પર્વનું સંચાલન કોળીસેના બાબરકોટ દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં બાબરકોટ ગામ ના તમામ ગ્રુપો તેમજ મહિલા મંડળો તેમજ ગ્રામજનો ખુબજ સાથ સહકારથી દર વર્ષે જન્માષ્ટમી પર્વ ની ઉજવણી બાબરકોટ ગામે ધૂમ ધામ થી કરવામાં આવે છે

શ્રાવણ માસના પાવન પર્વમાં જન્માષ્ટમી કૃષ્ણ ભગવાન ના જન્મ ની શોભાયાત્રા દરમિયાન વિશેષ હાજરી આપતા ધારા સભ્ય શ્રી હીરાભાઈ સોલંકી ના સપુત્ર ભાવેશ ભાઈ સોલંકી તેમજ દિવ્યેશ ભાઈ સોલંકી,જિલ્લા પંચાયત ના સભ્ય શ્રી કરશન ભાઈ ભીલ,તાલુકા પંચાયત ના સભ્ય શ્રી કરશન ભાઈ પરમાર,સરપંચ શ્રી અનક ભાઈ સાંખટ,ઉપસરપંચ પાસા ભાઈ સાંખટ,તેમજ રાજકિય આગેવાનો તેમજ કોળીસેના ના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ અને સભ્ય શ્રી ઓ તેમજ ગ્રામજાનો માટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતાં

રિપોર્ટ..ભૂપત સાંખટ-જાફરાબાદ-અમરેલી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!