GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના જોધપરમાં બાળકોના ઝઘડાની અદાવતમાં મહિલા અને દીકરી પર હુમલો: ૬ સામે પોલીસ ફરિયાદ

WAKANER:વાંકાનેરના જોધપરમાં બાળકોના ઝઘડાની અદાવતમાં મહિલા અને દીકરી પર હુમલો: ૬ સામે પોલીસ ફરિયાદ

વાંકાનેર તાલુકાના જોધપર ગામે બાળકો વચ્ચે રમવા બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખીને શાકભાજી લેવા નીકળેલી મહિલા અને તેમની ૧૫ વર્ષની દીકરી પર ગામના જ કેટલાક લોકોએ લાકડાના ધોકા અને પાઇપ વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ મામલે વાંકાનેર પોલીસે છ લોકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

મળતી માહિતી મુજબ, જોધપર ગામે રહેતા અને ઘરકામ કરતા ભાનુબેન કિસનભાઈ સોલંકી (ઉં.વ. ૩૫) પોતાની ૧૫ વર્ષની પુત્રી શિવાની સાથે શાકભાજી લેવા નીકળ્યા હતા. તે દરમિયાન અગાઉ છોકરાઓ વચ્ચે રમવા બાબતે થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખીને ગામના જ કેટલાક લોકોએ તેમની સાથે ઝઘડો કર્યો હતો.ત્યારબાદ આરોપીઓએ ઉશ્કેરાઈને ભાનુબેન તથા તેમની દીકરી પર લાકડાના ધોકા (લાકડી) અને પ્લાસ્ટિકના પાઇપ વડે આડેધડ હુમલો કરી શરીરના ભાગે મુઢ માર માર્યો હતો. તેમજ ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આરોપીઓ પીડિત મહિલાની ફરિયાદના આધારે પોલીસે જોધપર ગામના જ નીચે મુજબના છ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે:

વાલાભાઈ દેવાભાઈ રાઠોડ ,રાહુલભાઈ હમીરભાઈ રાઠોડ ,નાગલબેન વાલાભાઈ રાઠોડ ,રેખાબેન રાહુલભાઈ રાઠોડ ,કુંજલબેન વાલાભાઈ રાઠોડ ,દેવુબેન હમીરભાઈ રાઠોડ પોલીસ કાર્યવાહી:આ ઘટના અંગે ભાનુબેન સોલંકીની ફરિયાદ પરથી વાંકાનેર પોલીસે તમામ છ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!