WAKANER:વાંકાનેર ટાઉન હોલ બહારથી બાઇકની ચોરી, પોલીસ ફરિયાદ નોંધાઈ







WAKANER:વાંકાનેર ટાઉન હોલ બહારથી બાઇકની ચોરી, પોલીસ ફરિયાદ નોંધાઈ


વાંકાનેર શહેરમાં વાહન ચોરીના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે વધુ એક મોટરસાયકલ ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાંકાનેરના ટાઉન હોલ બહાર પાર્ક કરેલું એક મોટરસાયકલ કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી નાસી છૂટ્યો હોવાની ફરિયાદ વાંકાનેર સિટી પોલીસ મથકે નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકાના રામપરા-જાંબુડિયા ગામે રહેતા કાળુભાઈ મેરૂભાઈ દેત્રોજાએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે પોલીસને જણાવ્યું હતું કે, તેમનો દીકરો રાજેશ કામ અર્થે રાજકોટ જવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન તેણે પોતાનું હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (રજીસ્ટ્રેશન નંબર: GJ-03-BR-3641) વાંકાનેર ટાઉન હોલ પાસે પાર્ક કર્યું હતું.
ત્યાંથી આશરે ₹૧૦,૦૦૦ ની કિંમતના આ બાઇકની કોઈ અજાણ્યા તસ્કરે ચોરી કરી લીધી હતી. વાહન ગુમ થયા બાદ પરિવાર દ્વારા લાંબા સમય સુધી તેની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ મોટરસાયકલનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે આ મામલે વાંકાનેર સિટી પોલીસ મથકમાં અજાણ્યા ચોર વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.




