WAKANER:વાંકાનેર ખનીજ માફિયાઓ પર પોલીસનો સપાટો, ૩૦ લાખનું ડમ્પર જપ્ત







WAKANER:વાંકાનેર ખનીજ માફિયાઓ પર પોલીસનો સપાટો, ૩૦ લાખનું ડમ્પર જપ્ત


વાંકાનેર તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ચોરી અને તેનું વહન કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. તાલુકા પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ ડમ્પર ઝડપી પાડી રૂ. ૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે રોડ પરથી પસાર થતા ટાટા કંપનીના ડમ્પર (નંબર: GJ-13-AW-6570) ની ગતિવિધિ શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવ્યું હતું.
તપાસ: ડમ્પરને રોકી તેની તલાશી લેતા તેમાં ગેરકાયદેસર ખનીજ ભરેલું હોવાનું માલૂમ પડ્યું હતું. ચાલક પાસે ખનીજ વહન અંગેના જરૂરી આધાર-પુરાવા કે રોયલ્ટી પાસ ન હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે તાત્કાલિક ધોરણે અંદાજિત રૂ. ૩૦ લાખની કિંમતનું ડમ્પર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ આકરા વલણવાળી કામગીરીને પગલે ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ ડામવા માટે સતત વોચ રાખવામાં આવશે અને કડક પગલાં ભરવાનું ચાલુ રહેશે.




