WAKANER:વાંકાનેરના હસનપર ગામ પાસે જુગારધામ પર પોલીસનો દરોડો: ૬ શખ્સો ઝડપાયા, ૧ ફરાર







WAKANER:વાંકાનેરના હસનપર ગામ પાસે જુગારધામ પર પોલીસનો દરોડો: ૬ શખ્સો ઝડપાયા, ૧ ફરાર


વાંકનેર તાલુકાના હસનપર ગામ પાસે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને મોટી રકમ સાથે ઝડપી લીધા છે. જ્યારે એક આરોપી પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે તમામ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, વાંકાનેર સિટી પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે હસનપર ગામના સ્મશાન પાસેની ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે સ્મશાન નજીક ઓચિંતો દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂપિયા ૧,૦૯,૩૩૦ ની રોકડ રકમ તથા અન્ય મુદામાલ જપ્ત કર્યો છે.
૧. વિપુલભાઇ ઠાકરશીભાઇ મિરાણી (ઉ.વ. ૪૭) – રહે. ભાટીયા સોસાયટી, વાંકાનેર ૨. કાનાભાઇ છેલાભાઇ સરૈયા (ઉ.વ. ૩૮) – રહે. હસનપર, વાંકાનેર ૩. રમેશભાઇ ધીરૂભાઇ સાટકા (ઉ.વ. ૨૭) – રહે. શક્તિપરા, હસનપર, વાંકાનેર ૪. સુનિલભાઇ શંકરભાઇ સારલા (ઉ.વ. ૨૫) – રહે. નવાપરા, વાંકાનેર ૫. હર્ષદભાઇ છગનભાઇ સુસરા (ઉ.વ. ૩૪) – રહે. હસનપર, વાંકાનેર ૬. સાગર ઉર્ફે હડો ભુપતભાઇ ધોળકીયા (ઉ.વ. ૨૫) – રહે. મીલ પ્લોટ, ડબલચાલી, વાંકાનેર પોલીસના દરોડા દરમિયાન હકાભાઇ ઉર્ફે સીંધાભાઇ મુંધવા નામનો શખ્સ પોલીસને જોઈને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. વાંકાનેર સિટી પોલીસે પકડાયેલા છ આરોપીઓ અને ફરાર થયેલા એક શખ્સ સહિત તમામ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ અને ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.



