MORBIMORBI CITY / TALUKO

WAKANER વાંકાનેર તાલુકાના વિનયગઢની સીમમાં ખનીજ માફિયાઓ પર ત્રાટકી પોલીસ, રૂ. 1.39 કરોડનો મુદ્દામાલ જપ્ત

 

WAKANER વાંકાનેર તાલુકાના વિનયગઢની સીમમાં ખનીજ માફિયાઓ પર ત્રાટકી પોલીસ, રૂ. 1.39 કરોડનો મુદ્દામાલ જપ્ત

મોરબી: જિલ્લામાં સરકારી જમીનો પર ચાલતા ગેરકાયદેસર ખનનને રોકવા માટે તંત્રએ લાલ આંખ કરી છે. મોરબી પોલીસ અને ખાણ-ખનીજ વિભાગે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામની સીમમાં ચાલતા મોટા ખનીજ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ દરોડા દરમિયાન કુલ રૂપિયા 1.39 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

મોરબી LCB અને SOGની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ખાનગી રાહે સચોટ બાતમી મળી હતી કે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢનો શખ્સ વિનયગઢ ગામના સરકારી ખરાબામાં ગેરકાયદેસર રીતે ખનન કરી રહ્યો છે. આ બાતમીને ગંભીરતાથી લઈ, પોલીસે ખાણ-ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટરને સાથે રાખી બાતમીવાળા સ્થળે દરોડો પાડ્યો હતો.

પોલીસની તપાસ દરમિયાન સ્થળ પરથી ખનન કાર્યમાં વપરાતા  સાધનો મળી આવ્યા જેસીબી (JCB) મશીન – ટ્રેક્ટર – ડમ્પર આ તમામ વાહનો અને સાધનો મળી કુલ રૂ. 1,39,00,000 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.

ગભરૂભાઈ નાથાભાઈ રબારી (રહે. તરણેતર, તા. થાનગઢ) વાલાભાઇ ગગજીભાઈ અલગોતર (રહે. જામવાડી, તા. થાનગઢ) પોલીસે આ બંને શખ્સો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઓપરેશનથી ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Back to top button
error: Content is protected !!