GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના દેવળિયા નજીક ચક્કર આવતા પડી જતા ૧૮ વર્ષીય યુવતીનું મોત નિપજ્યું

TANKARA:ટંકારાના દેવળિયા નજીક ચક્કર આવતા પડી જતા ૧૮ વર્ષીય યુવતીનું મોત નિપજ્યું
દેવળિયા ગામ નજીક ૧૮ વર્ષની યુવતીને કોઈ કારણોસર ચક્કર આવતા પડી જતા હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં યુવતીનું મોત થયું હતું બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા તાલુકાના દેવળિયા (ઓટાળા) ગામે રહેતા શારદાબેન રતનભાઈ રાઠવા (ઉ.વ.૧૮) નામની યુવતીને ગત તા. ૧૭ ના રોજ દેવળિયા ગામ બંગાવડી રોડ નીચે સાઈડમાં કોઈ અગમ્ય કારણોસર ચક્કર આવતા જમીન પર પડી જતા ટંકારા અને બાદમાં મોરબી સારવાર અર્થે ખસેડાઈ હતી જ્યાં જોઈ તપાસીને તબીબે યુવતીને મરણ ગયેલ જાહેર કરી હતી બનાવની જાણ થતા ટંકારા પોલીસ ટીમ દોડી ગઈ હતી મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ મેડીકલ કોલેજ ખસેડાયો છે ટંકારા પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે









