MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરની શિક્ષિકાનો સાસરિયાં સામે ગંભીર આરોપ: શારીરિક-માનસિક ત્રાસ અને મારઝૂડ અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

 

WAKANER:વાંકાનેરની શિક્ષિકાનો સાસરિયાં સામે ગંભીર આરોપ: શારીરિક-માનસિક ત્રાસ અને મારઝૂડ અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

 

વાંકાનેરમાં રહેતાં અને નવી રાતીદેવળી ખાતે આવેલી સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં ૩૮ વર્ષીય પરવિનબેન અફઝલભાઇ તેરવાડીયાએ પોતાના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં શારીરિક-માનસિક ત્રાસ, મારઝૂડ તથા દુષ્પ્રેરણ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગતો અનુસાર, પીડિત શિક્ષિકા પરવિનબેને તેમના પતિ અફજલભાઇ આરીફભાઇ તેરવાડીયા, સસરા આરીફભાઇ ઇસ્માઇલભાઇ તેરવાડીયા, સાસુ મેફુજાબેન આરીફભાઇ તેરવાડીયા, દિયર ઇરફાનભાઇ આરીફભાઇ તેરવાડીયા, દેરાણી રોજમીનબેન ઇરફાનભાઇ તેરવાડીયા (તમામ રહે. જેતપુર, જી. રાજકોટ) તથા ફુઆજી સસરા સલીમભાઈ ગનીભાઇ કરગથરા (રહે. જેતપુર, જી. રાજકોટ) સામે ગંભીર આરોપો મૂક્યા છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, તમામ આરોપીઓ અવારનવાર નાની-નાની બાબતોમાં ઉશ્કેરણી કરી મેણા-ટોણા મારતા હતા અને શિક્ષિકા સાથે મારપીટ કરી અસહ્ય શારીરિક અને માનસિક દુઃખ-ત્રાસ આપતા હતા. આ ઉપરાંત સાસરિયાઓ એકબીજાને ખોટી ચડામણી કરી પતિના અનૈતિક (આડા) સંબંધોમાં સાથ આપતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે.

આ મામલે મોરબી મહિલા પોલીસે શિક્ષિકાની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!