GUJARATMORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેરના જડેશ્વર મહાદેવના શ્રાવણી મેળામાં ટ્રાફિક અને ખિસ્સાકાતરૂઓની મુશ્કેલી નિવારવા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા પોલીસને રજૂઆત

WAKANER:વાંકાનેરના જડેશ્વર મહાદેવના શ્રાવણી મેળામાં ટ્રાફિક અને ખિસ્સાકાતરૂઓની મુશ્કેલી નિવારવા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા પોલીસને રજૂઆત

આગામી તારીખ ૨૪/૦૮/૨૦૨૬ ને સોમવારના રોજ વાંકાનેર તાલુકાના પવિત્ર યાધામ જડેશ્વર મહાદેવ ખાતે ભવ્ય શ્રાવણી મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ મેળામાં વાંકાનેર, મોરબી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને દૂર-દૂરથી હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે તથા મેળો માણવા માટે આવે છે.

દર વર્ષે પોલીસ વિભાગ દ્વારા શ્રેષ્ઠ વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે, છતાં પણ મેળા દરમિયાન ચીટર, ખિસ્સાકાતરૂ અને તસ્કરો સક્રિય બનીને લોકોના મોબાઈલ, પાકીટ તથા અન્ય કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરતા હોવાની ફરિયાદો સામે આવતી હોય છે.

આ બાબતને ધ્યાને રાખીને મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના ફરિયાદ સેલના સભ્ય શ્રી હિરેનભાઈ ભટાસણા અને મંત્રી શ્રી રામભાઈ મહેતા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈને લેખિતમાં/રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતની નકલ મોરબી જિલ્લા પોલીસ વડા (એસ.પી.ને) પણ મોકલવામાં આવી છે.

ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા માંગ કરવામાં આવી છે કે:ટ્રાફિક વ્યવસ્થા: દર્શનાર્થીઓ અને વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સુદ્રઢ ટ્રાફિક નિયંત્રણ ગોઠવવામાં આવે.

સુરક્ષા અને પેટ્રોલિંગ: ખિસ્સાકાતરૂ, ચીટરો અને ચોરટોળીઓથી પ્રજા લૂંટાય નહીં તે માટે મેળાના પરિસરમાં કડક પોલીસ બંદોબસ્ત અને ખાસ તકેદારી રાખવામાં આવે.શ્રદ્ધાળુઓની સુખાકારી અને સુરક્ષા સચવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!