WAKANER:વાંકાનેરના જુના લાલપર ગામેથી ઘર બહાર પાર્ક કરેલી રીક્ષાની ચોરી: પોલીસ તપાસ શરૂ







WAKANER:વાંકાનેરના જુના લાલપર ગામેથી ઘર બહાર પાર્ક કરેલી રીક્ષાની ચોરી: પોલીસ તપાસ શરૂ


વાંકાનેર તાલુકાના જુના લાલપર ગામમાં ઘર બહાર પાર્ક કરી રાખેલી એક બજાજ ઓટો રિક્ષાને કોઈ અજાણ્યો તસ્કર ડુપ્લીકેટ ચાવી વડે ચોરી કરી નાસી છૂટ્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, જુના લાલપર ગામે રહેતા અને રીક્ષા ડ્રાઈવીંગ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા વાહીદભાઈ વલીભાઈ ખીયાણી (ઉં.વ. ૪૮) એ આ મામલે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેમની માલિકીની બજાજ ઓટો રીક્ષા (રજીસ્ટ્રેશન નંબર: જી.જે. ૩૬-યુ-૨૫૦૮) જે ૨૦૧૮ના મોડલની, લીલા કલરની અને કાળા કલરના હુડ વાળી છે, જેની અંદાજિત કિંમત રૂ. ૫૦,૦૦૦/- છે, તેને કોઈ અજાણ્યો તસ્કર ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરીને ચોરી કરી ગયો છે.
રોજીરોટી કમાવવાનું સાધન ચોરાઈ જતાં પીડિત રીક્ષા ચાલકે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા. પોલીસે ફરિયાદના આધારે ગુન્હો નોંધીને તસ્કરને ઝડપી પાડવા અને ચોરાયેલી રીક્ષા રિકવર કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.



