GUJARATMORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેરનો અનસોલ્વ્ડ બાઇક ચોરીનો ગુનો ઉકેલાયો: રૂ. ૫૦ હજારના મુદામાલ સાથે માળીયાનો શખ્સ ગિરફ્તાર

WAKANER:વાંકાનેરનો અનસોલ્વ્ડ બાઇક ચોરીનો ગુનો ઉકેલાયો: રૂ. ૫૦ હજારના મુદામાલ સાથે માળીયાનો શખ્સ ગિરફ્તાર

મોરબી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગંભીર પ્રકારના શરીર તેમજ મિલકત સંબંધી ગુનાઓ, ગેરકાયદેસર હથિયાર ધારા અને પ્રોહિબિશન જેવી અસામાજિક પ્રવૃત્તિઓમાં વારંવાર સંકળાયેલા એક રીઢા આરોપીને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના વણશોધાયેલા મોટરસાઇકલ ચોરીના ગુનામાં રૂ. ૫૦,૦૦૦/- ની કિંમતના મુદામાલ સાથે આરોપીને દબોચી લેવામાં આવ્યો છે.

મોરબી LCB અને પેરોલ સ્ટાફની ટીમ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ/ડે પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમીદાર (હ્યુમન સોર્સ) મારફતે ચોક્કસ વિગત મળી હતી કે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ ‘હોન્ડા સાઇન’ મોટરસાઇકલ (કિંમત રૂ. ૫૦,૦૦૦/-) લઈને એક ઇસમ નેશનલ હાઇવે પર આવેલા રવિરાજ ચોકડી પાસેથી પસાર થવાનો છે.

બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવીને શંકાસ્પદ ઇસમની અટકાયત કરી હતી.ઝડપાયેલ આરોપી અસગર રમજાનભાઇ મોવર (ઉંમર વર્ષ: ૨૬) રેહવાસી: ગામ-કાજરડા, તાલુકો-માળીયા (મીં) પોલીસે બાઇક બાબતે આરોપીની કડક અને યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતા, તેણે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જ આ મોટરસાઇકલ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.ક્રાઇમ બ્રાન્ચે રૂ. ૫૦,૦૦૦/- ની કિંમતનું ચોરાઉ મોટરસાઇકલ કબજે કરી, આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે તેને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!