WAKANER:વાંકાનેર સાત વર્ષ જૂના પ્રેમલગ્નનો ખાર રાખી સમૂહ લગ્નમાં યુવક પર પાંચ શખ્સોનો જીવલેણ હુમલો







WAKANER:વાંકાનેર સાત વર્ષ જૂના પ્રેમલગ્નનો ખાર રાખી સમૂહ લગ્નમાં યુવક પર પાંચ શખ્સોનો જીવલેણ હુમલો


વાંકાનેર તાલુકાના રંગપર (બારવખલી) ગામે આયોજિત એક સમૂહ લગ્ન પ્રસંગમાં લોહિયાળ ઘટના બની છે. સાત વર્ષ પહેલાં કરેલા પ્રેમલગ્નનો અદાવત રાખી પાંચ શખ્સોએ એક યુવક પર લાકડીઓ અને ઢીકાપાટુ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ-મોરબી હાઈવે પર આવેલી શિવધારા સોસાયટીમાં રહેતા રવિભાઈ રતાભાઈ ગોગીયા ગત રોજ રંગપર ગામે સમૂહ લગ્નના કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. આ દરમિયાન ત્યાં હાજર પાંચ શખ્સોએ જૂની અદાવતમાં રવિભાઈ પર હુમલો કર્યો હતો.

ફરિયાદી રવિભાઈએ અંદાજે સાત વર્ષ પહેલા આરોપીઓની બહેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ આંતરજ્ઞાતીય લગ્નનો ખાર રાખીને આરોપીઓએ જાહેર પ્રસંગમાં રવિભાઈને આંતરી લીધા હતા અને ‘તેં અમારી બહેન સાથે લગ્ન કેમ કર્યા’ તેમ કહી ગાળો ભાંડી હુમલો કર્યો હતો
હુમલાખોરોએ લાકડાના ધોકા અને ઢીકાપાટુ વડે રવિભાઈને બેફામ માર માર્યો હતો, જેના કારણે તેમને:માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.પગના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા થઈ હતી.હુમલો કર્યા બાદ આરોપીઓએ “જાનથી મારી નાખીશું” અને “ટાંટિયા ભાંગી નાખીશું” તેવી ધમકીઓ આપી સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.રવિભાઈ ગોગીયાની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે નીચે મુજબના પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે:કાળુ મુળુભાઇ જાદવ ,દિલીપભાઈ મુળુભાઇ જાદવ,રવિભાઈ મુળુભાઇ જાદવ,મયુર ઉર્ફે મહેશભાઇ મુળુભાઇ જાદવ,નરેશભાઈ જીવાભાઇ જાદવ (તમામ રહે. રંગપર, તા. વાંકાનેર) પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



