GUJARATMORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેર કાર મંગાવી લાલચ આપી ડાઉન પેમેન્ટ નામે પોલીસકર્મી સહિત ત્રણ સાથે 9.51 લાખની છેતરપિંડી

WAKANER:વાંકાનેર કાર મંગાવી લાલચ આપી ડાઉન પેમેન્ટ નામે પોલીસકર્મી સહિત ત્રણ સાથે 9.51 લાખની છેતરપિંડી

 

 

વાંકાનેરના સરધારકા ગામના જયદીપ જીવરાજભાઈ ડાભી (ઉ.વ.૨૮) નામના યુવાને આરોપીઓ SBI બેંક ખાતા ધારક મિતરાજસિંહ નિર્મળસિંહ સરવૈયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા બેંક ખાતા ધારક નિર્મળસિંહ દશરથસિંહ સરવૈયા અને SBI બેંક ખાતા ધારક મયુરસિંહ કરણસિંહ ઝાલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમા જણાવ્યું છે કે ગત ડીસેમ્બર ૨૦૨૪ માં એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા ત્યારે ફોર વ્હીલ કાર લેવાની હોવાથી મિત્ર રમ્દેસિંહને વાત કરી હતી અને તેને મિતરાજસિંહ સરવૈયાનો કોન્ટેક નંબર આપ્યો હતો જેથી મિત્ર મહેશ સીધાભાઈ માલકીયા, રવિભાઈ મેરૂભાઈ મેરને પણ ગાડી લેવાની હોવાથી વાત કરી હતી અને મિતરાજસિંહને ફોન કરી ત્રણ ફોર વ્હીલ કાર મંગાવવાની વાત કરી હતી મારૂતિ સુઝુકીની ફોન્ક્ષ ગાડી લેવાનું નક્કી કર્યું હતું ગાડી શો રૂમમાંથી તમને ૭.૯૫ લાખની મંગાવી આપવાનું જણાવ્યું હતું

તા ૨૩-૧૨-૨૦૨૪ ના રોજ યુપીઆઈથી બેંક ખાતામાં રૂ ૨૦ હજાર ટ્રાન્સફર કર્યા હતા અને મહેશભાઈ તેમજ રવિભાઈએ પણ ટોકન પેટે રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા બીજા દિવસે મિતરાજસિંહે કહ્યા મુજબ રૂ 1 લાખ ટ્રાન્સફર કર્યા અને અલગ અલગ સમયે રૂ ૧.૬૧ લાખ ટ્રાન્સફર કર્યાહતા મહેશ માલકીયાએ રૂ ૩.૯૫ લાખ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા મિતરાજસિંહે તા. ૧૫-૦૧-૨૦૨૫ ના રોજ ગાડી આપવાનું જણાવ્યું હતું અને વોટ્સએપમાં કિરણ મોટર્સ ભાવનગરનું બુકિંગ થઇ ગયું હોય તેવું કિરણ મોટર્સનું સહી સિક્કા વાળું કોટેશન ફોર્મ મોકલવું હતું અને બાદમાં ગાડી જોવા જવાની વાત કરી ત્યારે મિતરાજસિંહે ભાવનગરનું બુકિંગ કેન્સલ થયું છે ગાડી હિમતનગર કિરણ મોટર્સમાંથી આવશે અને તેનું કોટેશન ફોર્મ સહી સિક્કા વાળું મોકલ્યું હતું જેથી હિમતનગર શો રૂમમાં નવાઝભાઈના ફોન પર વાત કરતા તમારી કોઈ ગાડીનું ડાઉન પેમેન્ટ ભરાયું નથી અને ગાડી બુકિંગ પેટે રૂ ૫૦૦૦ જમા થયાનું કહ્યું હતું તે સિવાય કોઈ રૂપિયા જમા થયા નથી બાકીના રૂપિયા ભરો એટલે ગાડી મળી જશે કહ્યું હતું આમ ફરિયાદી તેમજ તેના મિત્રોએ ગાદી માટે કુલ રૂ ૯.૫૧ લાખ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા અને આરોપીઓએ કિરણ મોટર્સમાં ડાઉન પેમેન્ટ ભર્યાની પહોંચ અને સહી સિક્કો કરેલ ખોટી બનાવી વોટ્સએપમાં મોકલી ખોટો દસ્તાવેજ ઉભો કરી એકાઉન્ટમાં રૂપિયા મેળવી લઈને કાર નહિ આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!