IDARSABARKANTHA

રાજ્ય સરકાર દ્વારા બટાટા ઉત્પાદન કરતા ખેડુતોને સહાય

 

રાજ્ય સરકાર દ્વારા બટાટા ઉત્પાદન કરતા ખેડુતોને સહાય

ગુજરાત સરકારશ્રીનાં કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ, ગાંધીનગરનાં તા.૦૬/૦૩/૨૦૨૩ના ઠરાવ ક્રમાંક બગત/૨૦૧૬/૨૭૦/ક-૮ થી જે ખેડુતોએ તા.૦૧/૦૨/૨૦૨૩ થી તા.૩૧/૦૩/૨૦૨૩ દરમ્યાન કોલ્ડ સ્ટોરેજમાં માત્ર ખાવા માટેના બટાટા (ટેબલ પર્પજ) સંગ્રહ કર્યા હોય તેવા બટાટા પકવતા ખેડુતોએ પ્રતિ કિલો રૂ.૧/- લેખે ખેડુતને એક કટ્ટા દીઠ રૂ.૫૦ અને વધારેમાં વધારે ખેડુત દીઠ ૬૦૦ કટ્ટા (૩૦૦ ક્વિન્ટલ)ની મર્યાદામાં સહાય આપવાનું જાહેર થયેલ છે. જે ખેડૂતો પોતાના ખેતરમાંથી ઉત્પાદિત ખાવાલાયક એટલે કે પ્રોસેસિંગ જાત અને બિયારણ સિવાયના બટાટા કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરેલ હોય તો જ યોજનાનો લાભ મળવાપાત્ર છે. આ યોજના હેઠળ લાભ લેવા માટે ખેડુતે પોતાના માલનો સંગ્રહ બાબતે તા. ૦૬/૦૪/૨૦૨૩ થી તા. ૩૦/૦૪/૨૦૨૩ સુધી આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે અને ઓનલાઇન અરજી તથા સાધનિક કાગળો સાથે અરજી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બહુમાળી ભવન, સી-બ્લોક, હિંમતનગર, સાબરકાંઠા ને રજુ કરવાના રહેશે. વધુ વિગતો માટે ફોન નં. ૦૨૭૭૨ ૨૪૩૦૨૨ અથવા રૂબરૂ સંપર્ક કરી શકાશે એમ નાયબ બાગાયત નિયામકશ્રી હિંમતનગર સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!