કાલોલ શહેરના મો.તલ્હા પટેલે પવિત્ર રમઝાન માસના પુરા રોઝા રાખ્યા, લોકો માટે પ્રેરણા રૂપ બન્યો.

તારીખ ૨૧/૦૩/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
હાલમાં મુસ્લિમ ધર્મનો પવિત્ર રમઝાન માસના ૩૦ રોઝા પુર્ણ થયા છે જે ઉનાળાની કાળગાળ ગરમી વચ્ચે પસાર થઈ ગયા છે. આ કાળઝાળ ગરમીમાં લોકો પોતાની ભુખા તરસા રહેવાની ક્ષમતા ગુમાવી દે છે ત્યારે કાલોલ આશીયાના સોસાયટી ખાતે રહેતા ઇરફાનભાઇ પટેલ ૧૩ વર્ષના બાળક મોહમ્મદ તલ્હા પટેલ એ પુરા રમઝાન માસના રોઝા રાખ્યા અને સાથોસાથ રોજની પાંચ વખતની નમાઝ અને રમઝાન ની રાતની વિશેષ નમાઝ જે તરાવીહ કહેવાય છે તે પુરા માસની અદા કરી. આ બાળકે રોઝા રાખી પોતાનું શૈક્ષણિક કાર્ય સ્કુલ, મદરસા અને ટ્યુશન પણ સમય સાથે કર્યું હતું. જ્યાં આ કાળઝાળ ગરમીમાં સામાન્ય રીતે લોકો ભૂખ અને તરસથી ત્રાહિમામ થઈ જાય છે ત્યારે આ બાળકની હિંમત અને સહનશક્તિ ને દાદ આપવી પડે. કહેવાય છે કે મન હોય તો માળવે જવાય એ ઉકિત મોહમ્મદ તલ્હા એ સાબિત કરી આપી. આ આવનાર પેઢી માટે એક બોધ સમાન છે.







