GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER વાંકાનેરના લાલપર પાસે બુલેટ બાઇક આખલા સાથે અકસ્માત સર્જાયો




WANKANER વાંકાનેરના લાલપર પાસે બુલેટ બાઇક આખલા સાથે અકસ્માત સર્જાયો

વાંકાનેર શહેર નજીક લાલપર ગામ પાસે હોટલ શાલીમાર સામે નેશનલ હાઇવે પર રવિવારે રાત્રિના નવ વાગ્યાની આસપાસ પસાર થતાં બે મિત્રોના ડબલ સવારી બુલેટ બાઈક ધડાકાભેર આખલા સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બુલેટ બાઇકનો કચ્ચરઘાણ વળી જતાં બાઇક સવાર 15 વર્ષીય હસન બસીરભાઈ ખલીફા (રહે. ચંદ્રપુર, તા. વાંકાનેર) ને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું,

જ્યારે આ અકસ્માતના બનાવમાં અન્ય ઇજાગ્રસ્ત અવેશ સિકંદરભાઈ સબા (ઉ.વ. 15, રહે. ગુલશન પાર્ક, ચંદ્રપુર, વાંકાનેર) ને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી




