WANKANER:વાંકાનેરમાં ધાર્મિક સ્થળો તથા હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ
WANKANER:વાંકાનેરમાં ધાર્મિક સ્થળો તથા હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વાંકાનેરમાં ધાર્મિક સ્થળો અને હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
સ્વછતા હી સેવા અભિયાન હેઠળ કરવામાં આવી રહેલા વિવિધ આયોજનોના ભાગરૂપે વાંકાનેર શહેરી વિસ્તારમાં વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી ગીરીશ સેરૈયાના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્થળોએ સાફ સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે હાલ વાંકાનેર શહેર ખાતે આવેલ ફળેશ્વર મહાદેવ મંદિર સહિત ધાર્મિક જગ્યાઓની આસપાસ તથા વાંકાનેર સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
સફાઈ દરમિયાન ફળેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા તમામ ઉપસ્થિતો દ્વારા સ્વચ્છતા શપથ લેવામાં આવ્યા હતા. ઉપરાંત વાંકાનેર નગરપાલિકાના વોર્ડમાં નિયમિત સાથ સફાઈ કરવામાં આવે તેનું નગરપાલિકા દ્વારા મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે.