યોગેશ કાનાબાર રાજુલા
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની કરપીણ હત્યાના વિરોધમાં રાજુલાની વિવિધ સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
તાજેતરમાં અમદાવાદ ને સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી નયન ગીરીશભાઈ સંતાણી નામના વિદ્યાર્થીને તેજ સ્કૂલમાં અભ્યાસ કરતા એક વિધર્મી અને માનસિકતા ધરાવતા વિદ્યાર્થી દ્વારા સ્કૂલમાં જ નિર્મહત્યા કરવામાં આવી હતી તેના ઘેરા પ્રત્યાધાતો સમગ્ર ગુજરાતમાં પડ્યા હોય ત્યારે આજરોજ રાજુલા સિંધી સમાજ તેમજ તમામ હિન્દુ સમાજના સંગઠનો તેમજ રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ તેમજ રાજુલા શહેરના વિવિધ અગ્રણી વ્યક્તિઓ દ્વારા રાજુલાના મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને સાથે સાથે આ શાળાની માન્યતા રદ કરવાની તેમજ આરોપીને કડકમાં સજાની માંગ આ આવેદનપત્રમાં કરવામાં આવી ..