ARAVALLIMEGHRAJ

મેઘરજ : રેલ્લાંવાડા માઝૂમ નદી પર આવેલ પુલના છેડે થયું ધોવાણ,મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા રીપેરીંગ થાય તે જરૂરી 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : રેલ્લાંવાડા માઝૂમ નદી પર આવેલ પુલના છેડે થયું ધોવાણ,મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા રીપેરીંગ થાય તે જરૂરી

હાલ ચોમાસાની સીઝન ચાલુ છે કેટલેક અંશે વરસાદ વધુ તો ક્યાંક ઓછો પડે છે પરંતુ માર્ગ અને માકન વિભાગ દ્વારા કરવામાં આવતી પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર તો નથી ને..? અને થાય છે તો માત્ર એમાં વેઠ જોવા મળતી હોય તેવું લાગી રહ્યું છે

રેલ્લાંવાડા ખાતે અંદાજિત ચાલીસ વર્ષ જૂનો માઝૂમ નદી પર બનાવેલ મોટો પુલ આવેલો છે અહીં રોજના હજારો સાધનો ની અવર જવર થતી હોય છે માઝૂમ નદી ચોમાસા ના સમયે કેટલીક વાર બે કાંઠે વહેતી હોય છે છેલ્લા બે ત્રણ વર્ષ થી પુલના એક છેડે ધોવાણ થયેલું હતું અને એના માટે તંત્ર એ ધોવાણ અટકાવવા માટે સમારકામ પણ કર્યું હતું પરંતુ સમારકામમાં વેઠ વારી હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે પુલનો એક છેડો દર વર્ષે એ ધોવાય છે આ વર્ષ એ પણ ધોવાણ ન થાય તે માટે પહેલાથી જ કાળી મોટી મેટર નાખવામાં આવી હતી પરંતુ એમાં માત્ર નાખી ને સંતોષ માન્યો હતો સરખું સમારકામ થયું ન હતું જેના કારણે ફરીથી આ નવીન નાખેલી મેટલ સાથે પુલના એક છેડાના ભાગનું ધોવાણ વરસાદ ને કારણે થયું છે આ ધોવાણ વધુ ન થાય અને તાત્કાલિક ધોરણે ઝડપથી યોગ્ય સમાર કામ થાય જરૂરી છે જો સમારકામ ના થાય તો વધુ વરસાદ ને કારણે પુલના છેડાનો ભાગ વધુ ધોવાય તેમ છે અને મોટી દુર્ઘટના થાય તો નવાઈ નહિ માટે પાકું સમારકામ થાય તે જરૂરી છે

Back to top button
error: Content is protected !!