GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર હાઇવે પરથી મળી આવેલા અજાણ્યા પુરુષની લાશના વાલી-વારસોની શોધખોળ માટે વાંકાનેર પોલીસે તજવીજ શરૂ કરી

 

WAKANER:વાંકાનેર હાઇવે પરથી મળી આવેલા અજાણ્યા પુરુષની લાશના વાલી-વારસોની શોધખોળ માટે વાંકાનેર પોલીસે તજવીજ શરૂ કરી

 

મૃતક વિશે માહિતી હોય અથવા તેમના સગા-સંબંધીઓએ વાંકાનેર પોલીસ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવેલા એક અજાણ્યા બિનવારસી આધેડ પુરુષના મૃતદેહની ઓળખ કરવા તથા તેમના વાલી-વારસોની ભાળ મેળવવા માટે વાંકાનેર પોલીસ તંત્ર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.

પોલીસ અહેવાલ અનુસાર, અંદાજે ૫૫ વર્ષની ઉંમર ધરાવતા આ અજાણ્યા પુરુષ આણંદ જિલ્લાના તારાપુરથી રાજકોટ કોઈ કારખાનામાં મજૂરી અર્થે આવી રહ્યા હતા. તે દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રી ચોટીલા-રાજકોટ હાઈવે પર આવેલ મોમાઈ હોટલ પાસે આઈસર ગાડીમાંથી નીચે ઉતરતા જ તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા. તેમને તુરંત જ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલ ખાતે મૃતદેહનું પોસ્ટમોર્ટમ (P.M.) પૂર્ણ કરી, વાલી-વારસ ન મળી આવ્યા હોવાથી લાશને હાલ વાંકાનેર સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં ઓળખ અર્થે રાખવામાં આવી છે.

 

મૃતકનું શારીરિક વર્ણન જોઈએ તો, તેઓ મધ્યમ બાંધો અને ઘઉંવર્ણો વાન ધરાવે છે. તેમના માથામાં કાળા વાળ અને ઝીણી સફેદ મૂછો છે, જ્યારે ડાબા ગાલ ઉપર કાળા તલનું સ્પષ્ટ નિશાન છે. મૃતકના બન્ને પગના તળિયામાં ખરજવાના કાળાશ પડતા ડાઘ જોવા મળે છે. તેમણે શરીરે સફેદ અને કોફી કલરનો ચેક્સવાળો આખી બાઈનો શર્ટ, વાદળી કલરની ગંજી તથા કાળા કલરનું પેન્ટ પહેરેલું છે.

 

આ વર્ણન આધારિત કોઈ વ્યક્તિના સગા-સંબંધી કે વાલી-વારસ અંગે કોઈને પણ માહિતી હોય તો તેમણે તુરંત જ તપાસ અધિકારી એ.એસ.આઈ. શ્રી વી.આર. પરમારના મોબાઈલ નંબર ૭૫૭૪૦૪૧૦૪૧ અથવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ટેલિફોન નંબર ૦૨૮૨૮-૨૨૦૨૮૬ પર સંપર્ક કરવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!