BANASKANTHAPALANPUR

થરા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ તથા બોર્ડ ઓફ સ્ટુડન્ટ વેલ્ફેર હેમ.ઉ.ગુ.યુનિવર્સિટી પાટણ અંતર્ગત ક્ક્ષાની મહિલા કાનુન શિબિર ઉદઘાટન સમારોહ યોજાયો.

21 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિધાસંકુલ,શ્રીમતી કાંન્તાબેન કીર્તિલાલ શાહ આર્ટસ એન્ડ શ્રીમતી લીલાવતી બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજ થરા અને બોર્ડ ઓફ સ્ટુડન્ટ. વેલ્ફેર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,પાટણ અંતર્ગત યુનિવર્સિટી કક્ષાની મહિલા કાનુની શિબિર કાંકરેજ તાલુકાના રૂની જૈન તીર્થ ખાતે તા- ૨૦/૦૨/૨૦૨૩ થી તા- ૨૨/૦૨/૨૦૨૩ ત્રીદિવસીય ઉદઘાટન સમારોહ કુમારી સંધ્યા રઘુનાથરાવ પ્રધાન (એડવોકેટ, નોટરી- પાટણ)ના અઘ્યક્ષ સ્થાને યોજાયો.કાંકરેજ તાલુકા કેળવણી મંડળના પ્રમુખ ધીરજકુમાર કે.શાહના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી શિબિરને ખુલ્લી મુકવામાં આવી. કાર્યક્રમને પ્રારંભે આચાર્ય ડો.દિનેશકુમાર એસ.ચારણ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત અને યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાંથી પધારેલ શિબિરાર્થીઓનુ સ્વાગત કરી. મહિલાઓને લગતા અનેક વિવિધ કાયદાઓની વિસ્તુત છણાવટ કરવામાં આવી.અધ્યક્ષીય પ્રવચનમાં કુમારી સંધ્યાબેને મહિલાઓની જાતીય સતામણી અંગે કાનુની માર્ગદર્શન પુરૂ પાડી મહિલાઓના એજ્યુકેશન પર ભાર મુકી સ્વનિર્ભર બનવાનું આહવાન કરવામાં આવેલ.આ પ્રસંગે એસ.વી.લો-કોલેજ્ ઊંઝા થી પધારેલ રીટાબેન વાઘડિયાએ ઘરેલુ હિંસા-અધિનિયમ હેઠળ કરવાની કાર્યવાહી અંગે વિસ્તુત ચર્ચા અને મહિલા અને બાલવિકાસ યોજનાઓ વિશે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.ટોટાણા પી.એચ.સી. સેન્ટરના મેડિકલ ઓફિસર કૃપાબેન જોષી મહિલા આરોગ્યને લગતી બાળને પ્રેરિત ઉદબોધિત કરેલ.આ પ્રસંગે થરા નગર પાલિકાના કોપરેટર ગીરાબેન ડી.શાહ, કન્યા વિધાલાયના આચાર્ય કમલેશભાઈ પટેલ, કેશુભાઈ જોષી, કોલેજના અધ્યાપકગણ,વહીવટી કર્મચારીગણ બહોળી સંખ્યામાં હાજર રહેલ કાર્યક્રમનું સંચાલન ઝીલબેન.વી.શાહે કર્યું હતું.નટવર.કે.પ્રજાપતિ એ આ અંગે જણાવ્યું હતું.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!