GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER: વાંકાનેર ના વાંકીયા દૂધ સહકારી મંડળીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ ઉઠી

WANKANER: વાંકાનેર ના વાંકીયા દૂધ સહકારી મંડળીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ ઉઠી

વાકીયા -1 ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી અબ્દુલભાઈ આહમદભાઈ માથકીયાના દ્વારા છેલા પાચ વર્ષથી કોળશહીમાં રાજાશાહી જેવો અણધડ વહીવટ ચલાવી લાખો રૂપિયાના ઘપલા કરી શેર સભ્યોને તેમજ મંડળીને નુકશાન કરવા બાબતે ગામના જાગૃત નાગરિક અને પત્રકાર સરાફુદીન માથકીયા દ્વારા જિલ્લા રજીસ્ટ્રારથી લઇ ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી છે

બોરબી જિલ્લાના,વાંકાનેર તાલુકાના વાંકીયા -1 ગામે વાંકીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં જે દર મહિને પ્રમુખ કે સભ્યોની મિટિંગ થવી જોઈએ તે મિટિંગ છેલ્લા ત્રણ મહિનાથી બોલાવવામાં આવેલ નથી તેવું મંત્રી અબ્દુલભાઈ આહમદભાઈ માથકીયા દ્વારા જણાવવામાં આવ્યું જેનો પુરાવા રૂપે સંપૂર્ણ વિડિયો ગ્રાફી પણ કરવામાં આવેલ છે

જે દર વર્ષે સામાન્ય સભા બોલાવવી જેઇએ અને તમામ શેર સભ્યોને દર વર્ષેનો હિસાબ તમામ વહીવટી રજીસ્ટરો સાથે નો આપવો જોઇએ તે છેલા ચાર વર્ષથી આપવામાં આવ્યો નથી અને સામાન્ય સભા પણ બોલાવવામાં આવેલ નથી અને શેર સભ્યોને કોઈપણ જાતનો હિસાબ આપવામાં આવતો નથી અને શેર સભ્યના હકોને યેનકેન પ્રકારે ઉડાળી દેવામાં આવ્યા હોવાનો અને લોકશાહીમાં રાજાશાહીની જેમ મંડળીને મનસ્વી રીતે ચલાવી લાખો રૂપિયાનો ઘોટાળો કરવામાં આવ્યો હોવાનું જણાવી લેખીત રજુઆત કરવામાં આવી છે

તારીખ 05/07/2024 ના રોજ મંડળીના મંત્રીની જો હુકમીથી કોઈ પણ એજન્ડા વગરની સામાન્ય સભા બોલાવવામાં આવેલ હતી અને માત્ર એક વર્ષનો હિસાબ ખાલી બેજ કાગળોમાં લખી લાવીને સંભળાવી દેવામાં આવ્યો હતો. મંડળી દ્વારા નિભાવવામાં આવતા એક પણ રજીસ્ટર લાવવામાં આવ્યા નહોતા કારણ કે જો રજીસ્ટર શેર સભ્યોને તપાસવા માટે આપવામાં આવે તો તેના ભ્રષ્ટાચારો ખુલ્લા થઈ સકે તેવી પરીસ્થીતી હોય ત્યારે મંડળીના મંત્રી દ્વારા રજીસ્ટરો બતાવવામાં આવ્યા ન હતા મંત્રી દ્વાર લોકશાહીમાં રાજાશાહી ચલાવવામાં આવી રહી હોય તેવી પરસ્થીતી જોવા મળી હતી અને તેમના બાપદાદાની જાગીર હોય તેવું વર્તન શેર સભ્યો સાથે કરવામાં આવ્યું હતું

એક કહેવત છે કે ચા કરતા કીટલી ગરમ તેવીજ રીતે મંડળીના મંત્રી અબ્દુલભાઈ આહમદભાઈ માથકીયાને કરવાની કામગીરી તેમજ હિસાબો તેમના પુત્ર સાકીર દ્વારા આપવામાં આવ્યા હતા અને મંડળીના શેર સભ્ય દ્વારા હિસાબ માંગવામાં આવ્યો તો પ્રમુખની જગ્યાએ તેમનો પુત્ર સાકીર દાદાગીરી કરતો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા તેમના પુત્ર સાકીરને સામાન્ય સભામાં આવવાનો કે બોલવાનો અધિકાર ન હોવા છતાં જ્યારે શેર સભ્ય દ્વારા મંત્રીને પ્રશ્ન કરી હિસાબ માગતા મંત્રીના પુત્ર સાકીર ગુંડાગર્દી ઉપર ઉતરી આવી શેર સભ્યોને જાહેરમાં ધમકાવવામાં આવ્યા હતા અને લુખી દાદાગીરી ચલાવવામાં આવિ હતી તે સામાન્ય સભા એજન્ડા વગરની શેર સભ્યો સાથે મજાક સમાન ફ્રોડ રીતે કરવામાં આવી હતી અને તેમાં પણ જવાબો જે આપવામાં આવે છે તે સંપૂર્ણ નીતિ નિયમો વિરુદ્ધ હોવા છતાં બિન્દાસ ખૂલે આમ વિડિયો ગ્રાફી ચાલુ હોવા છતાં બોલી રહ્યો છે ત્યારે સવાલો ઊભા થાય છે કે શું ! કાયદો વ્યવસ્થા નામે મોરબી જિલ્લામાં મીંડું છે કે પછી આ ભ્રષ્ટ મંત્રી રાજકીય પહોંચ ધરાવતો હોવાથી તેમના ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવતા તેવું અરજીમાં જણાવવામાં આવ્યું છે

દૂધ મંડળીનો મંત્રી નાનો ખાતેદાર હોય નાની આવક ધરાવતો હોય ત્યારે લાખો રૂપિયાના મકાન બનાવવા તેમજ બેંક બેલેન્સ અને પોતાના પુત્રને ઊંચ કક્ષાનું શિક્ષણ જેવા હાઇફાઇ ખર્ચા ક્યાંથી કાઢવામાં આવે છે તેની પણ ખાસ તપાસ થવી જોઇએ તો જ લાખો રૂપિયાની ગેરરીતિ કરીને જે મંડળીને લૂંટવામાં આવી છે તે બહાર લાવી સકાય તેમ છે જેથી તાત્કાલિક ધોરણે તપાસના આદેશો કરવા જોઈએ અને આવા ભ્રષ્ટ મંત્રીને જેલના સળિયા પાછળ વહેલી તકે ધકેલવા વાંકીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના શેર સભ્યોના હિતમાં ઉઠાવવામાં આવી છે

અગાઉ મંત્રી અબ્દુલભાઈ આહમદભાઈ માથકીયાના સગાભાઈ, ઇબ્રાહિમ આહમદભાઈ માથકીયા અને તેમના બને પુત્રો મકબૂલભાઈ ઇબ્રાહિમ માથકીયા તેમજ સલીમ ઇબ્રાઈમ માથકીયા આ ત્રણે વ્યક્તિઓ દ્વારા ડુપ્લીકેટ દૂધ બનાવી દૂધ મંડળીને આપવામાં આવતું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી તેના અનુસંધાને મોરબી જિલ્લા રજીસ્ટર દ્વારા તેમના સગભાઈનું 59 નંબરનું દૂધ બંધ કરવા લેખીતમાં હુકમ કરવામાં આવેલ હોવા છતાં તે દૂધ છેલા ઘણા ટાઈમથી નામ ફેર કરીને દૂધ મંડળીમાં જ આપવામાં આવી રહ્યું છે જે મંત્રી અબ્દુલભાઈ આહમદભાઈ માથકીયાની રહેમ નજર હેઠળ જ તેમના ભત્રીજા સલીમ ઇબ્રાહિમના નામે, બંધ કરવામાં આવેલ દૂધ ફરી પાછું લેવામાં આવિ રહ્યું છે અને તે પણ પોતાના પાવરથી લેવામાં આવી રહ્યું છે અને ફરી વખત લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે જેમાં દૂધ સંઘના અધિકારીઓની પણ મિલી ભગત જોવા મળી રહી છે અને અન્ય તેના મળતીયાઓ પણ ભાગીદારીમાં હોય તેવું જાણવા મળી રહ્યું છે જેથી તાત્કાલિક ધોરણે તે દૂધ બંધ કરવા જણાવવામાં આવ્યું છે

વાકિયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી અબ્દુલભાઈ આહમદભાઈ માથકીયાએ છેલા પાંચ વર્ષથી કોઈ જાતનો હિસાબ આપવામાં આવેલ નથી તેમજ કોઈ જાતના રજીસ્ટરો પણ નિભાવવામાં આવતા નથી કે પછી દેખાડવાના અને ચાવવાના બને રજીસ્ટરો અલગ અલગ રાખી શેર સભ્યોની અખોમાં ધૂળ નાખી રહ્યો હોય ત્યારે કોઈ પણ શેર સભ્ય રજીસ્ટરો કે હિસાબની માંગણી કરે તો આપવામાં આવતા નથી અમુક સભ્યને ને પણ ગાંઠતો નથી અને સભ્યના કહેવા પ્રમાણે છેલ્લા એક વર્ષથી સભ્યના કહેવા છતાં એક પણ મિટિંગ કરવામાં આવેલ નથી

ગઈકાલે કોઈ એજન્ડા વગર સાધારણ સભા રાખવામાં આવિ હતી જેમાં ખાલી બે કાગળમાં એક વર્ષનો હિસાબ મનસ્વી રીતે લખી લાવી સંભળાવવામાં આવ્યો હતો એક પણ રજીસ્ટર લાવવામાં આવ્યું ન હતુ અને જે હિસાબ આપવામાં આવ્યો હતો તે અલગ અલગ રજીસ્ટર વાહી આપવાના બદલે તમામ હિસાબ એકજ સાથે ખાલી વાચી સંભળાવવામાં આવ્યો હતો જેનો શેર સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને સાધારણ સભાને રદ કરવામાં આવી હતી તમામ શેર સભ્યો દ્વારા પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ આપવા માંગ કરવામાં આવી હતી જેમાં ગ્રાહકોના દૂધના જથ્થાની યાદી, ફંડફાળા, સબસિડિ, કે બોનસ બાટવામાં આવેલ હોય તેમજ દરરોજની દૂધની આવક જાવક, છૂટક વેચાણ દૂધની જાવક અને તેના દ્વારા થતી આવક, તેમજ આખા વર્ષ દરમિયાન જે ખર્ચ કરવામાં આવ્યો હોય તે ખર્ચના વાઉચરો તેમજ બોડી દ્વારા વર્ષ દરમિયાન મિટિંગોમાં કરવામાં આવેલ ઠરાવો જેવા નિભાવવામાં આવતા તમામ રજીસ્ટરો સહિત સામાન્ય સભામાં જે હિસાબો શેર સભ્યોને આપવા જોઈએ તે છેલા પાચ વર્ષથી આપવામાં આવ્યા નથી મંત્રી દ્વારા પોતાની જાગીર હોય તેમ પોતાના રીતે મનસ્વી રીતે મંડળી ચલાવી રહ્યો હોય જેને ધ્યાને લઇ છેલા પાંચ વર્ષના નાનામાં નાના વહીવટ થી લઇ મોટા તમામ વહીવટી તપાસના આદેશ કરવામાં આવે અને આર્થિક તેમજ માનસિક રીતે શેર સભ્યોને પરેશાન કરતા મંત્રી ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગણી સાથે આ ખેડૂત સંસ્થાને બચાવવા પૂરતો સહયોગ આપવા જિલ્લા રજીસ્ટરથી લઈ મુખ્ય મંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button