GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર  ઇંગ્લિશ દારૂનાં જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો 

WANKANER:વાંકાનેર  ઇંગ્લિશ દારૂનાં જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

 

 

મોરબી એલસીબી ટીમ વાંકાનેર પંથકમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન મિલ પ્લોટ ફાટક પાસે સ્વપ્નલોક સોસાયટીમાં રહેતા મૂળરાજસિંહ નવલસિંહ ઝાલાના મકાન સામે શેરીમાં ઈનોવા કાર જીજે ૦૩ ઈઆર ૬૮૨૬ પડી હોય જેમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી હેરાફેરી કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી

જ્યાં ઈનોવા કારમાંથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાંડની દારૂની બોટલ મળી આવી હતી જેથી પોલીસે વિવિધ બ્રાંડની દારૂની બોટલ નંગ ૧૫૬ કીમત રૂ ૬૨,૪૦૦ ઈનોવા કાર કીમત રૂ ૩ લાખ અને મોબાઈલ કીમત રૂ ૧૦ હજાર શીત કુલ રૂ ૩,૭૨,૪૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી મૂળરાજસિંહ નવલસિંહ ઝાલાને ઝડપી લીધો હતો જયારે અન્ય આરોપી થોભણભાઈ રહે સુરેન્દ્રનગર વાળાનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે

Back to top button
error: Content is protected !!