GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેરના તરકીયા ગામે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપી ઝડપાઈ
WANKANER:વાંકાનેરના તરકીયા ગામે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપી ઝડપાઈ
વાંકાનેર તાલુકા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે તાલુકાના તરકીયા ગામે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપી લેવામાં આવી હતી, જેમાં તરકીયા ગામે જરીયા મહાદેવ જવાના રસ્તે આરોપી કિશનભાઈની વાડી નજીક વોકળામાં દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઉપર પોલીસે રેઇડ કરી ૫૦ લીટર ગરમ આથો, ૫૦ લીટર ઠંડો આથો, તેમજ ૫૦ લીટર દેશી દારૂ સહિત રૂ.૧૨,૫૦૦/-નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો, આ સાથે સ્થળ ઉપરથી ત્રણ આરોપીઓ જેમાં ભાવનાબેન ચોથાભાઈ જરવરીયા ઉવ.૩૮ તથા કિશનભાઈ દિનેશભાઇ જરવરીયા ઉવ.૨૩, વિમલભાઈ રસિકભાઈ જરવરીયા ઉવ.૧૯ ત્રણેય રહે.તરકીયા તા. વાંકાનેર વાળાની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી છે.