WANKANER:વાંકાનેરના લિંબાળા ની ધારે સર્વે મુસ્લિમ સમાજ સમૂહ શાદી મદાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા યોજાયા
WANKANER:વાંકાનેરના લિંબાળા ની ધારે સર્વે મુસ્લિમ સમાજ સમૂહ શાદી મદાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા યોજાયા
“કુરાન શરીફની તિલાવત સાથે ઈસ્લામી તોર તરિકા મુજબ આન બાન શાન થી 11 દુલ્હા દુલ્હન ના જોડા એક મંડપ નીચે કલમા નિકાહ પઢીયા સર્વે દાતાઓ મહેમાનોનું શિલ્ડ આપી ફૂલહાર થી સન્માન કરાયું”
વાંકાનેર:આજના આધુનિક યુગમાં કારમી મોંઘવારીના સમયમાં સામાન્ય મધ્યમ વર્ગના લોકો ખોટા ખર્ચાથી બચે અને કુળ ટેવ થી દૂર રહે અને જરૂરત મંદ પરિવારની દીકરી સમયસર લગ્ન કરી ઘર સંસાર બાંધી પોતાનું અને પોતાના પરિવારનું ઘર સંસાર સમયસર ચલાવી શકે તેવા ઉદ્દેશ સાથે ત્રીજા સમુહ લગ્ન મહોત્સવ વાંકાનેર ના લિંબાળા ની ધાર ખાતે તારીખ 13 4 2025 ના રોજ રવિવારે સવારે 8:30 કલાકે સમૂહ લગ્ન મહોત્સવ મદાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા યોજાયો હતો જેમાં સૌપ્રથમ મુસ્લિમ સમાજનું પવિત્ર ગંથ કુરાન શરીફની તિલાવત સાથે ઈસ્લામી તોર તરીકા મુજબ 11 દુલ્હા દુલ્હન ના કલમા પઢાવી એક જ મંડપ નીચે નીકહા શરીફ નો કાર્યક્રમ નું આન બાન શાન થી દીકરીને કર્યાવરણ મા સોનાના દાણા સાથે કુલ 185 સંપૂર્ણ ઘરવખરી દાતાઓના સહયોગથી પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા મદાર એજ્યુકેશન ટ્રસ્ટના સમૂહ લગ્ન મહોત્સવના આયોજક જહાંગીર બાપુ રાઠોડ તેમજ આરીફ દિવાન યાસીન રાઠોડ ઈમ્તિયાઝ બાદી ઈર્શાદ માથકિયા સહિત સારી એવી જેમ ઉઠાવી હતી આ કાર્યક્રમમાં સૈયદ કરીમ બાપુ જોધપર મસ્જિદ ના પેસઈમામ એ કુરાન શરીફ ની તિલાવત કરી સર્વે મુસ્લિમ સમૂહ લગ્ન માં 11 દુલ્હા દુલ્હનની નિકાહ કલમા પઢાવી દુઆઓ કરી હતી આ સમગ્ર કાર્યક્રમ એન્કરિંગ આરીફ દિવાન પત્રકાર એ કર્યું હતું