GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રા. શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી.

TANKARA:ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રા. શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી.

 

 

દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના અનુસંધાને ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી.


હરબટીયાળી પ્રાથમિક શાળામાં હાલ SOE na કામકાજ અંતર્ગત બે શ્રમિક પરિવારો ચણતર કામ માટે રોકાયેલા છે. જેમાંથી એક શ્રમિક પરિવારના ઘરે દીકરાનો જન્મ થયો હતો. “જ્યાં નારી નું સન્માન છે ત્યાં સંસ્કૃતિનું સ્થાન છે” આ ઉક્તિને સાર્થક કરવા તાજેતરમાં જ માતા બનેલ ઇન્દ્રાબેનની ત્યાંના શિક્ષિકા બહેને મુલાકાત લીધી.ત્યાંની પરિસ્થિતિ જોઈ તેને અનુરૂપ ઇન્દ્રા બહેન માટે શક્તિવર્ધક કાટલાં ના લાડવા,બેન માટે કપડાં તેમજ તેમના બાળક માટે બોર્નબેબી કીટ તથા રોકડ રકમ ભેટ તરીકે આપવામાં આવ્યા. શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા તેમના પુત્રનું પારણું શણગારીને તે બાળકનું “ભવ્ય” નામ રાખીને ભવ્યાતિભવ્ય રીતે નામકરણ વિધિ કરવામાં આવી અને શાળાના બધા બાળકોને મોં મીઠું કરાવવામાં આવ્યું.ઇન્દ્રાબેન આ સુવર્ણ અવસરને “સ્વર્ગ” સમાન ગણાવે છે તેમના ગરીબ પરિવારમાં આ રીતે ઉજવણી કરવાથી તેમની આંખમાંથી હરખના આંસુ સમાતા ન હતા. અમને શાળા પરિવારને પણ ઘણો આનંદ થયો કે આજે ખરા અર્થમાં અમે મહિલા દિવસની ઉજવણી કરી છે જે એક વિશિષ્ટ જરૂરિયાતમંદ મહિલા માટે ખરેખર અનેરો અવસર બની ગયો.

Back to top button
error: Content is protected !!