MORBI:મોરબી વન વિભાગ દ્વારા મોડેલ સ્કૂલ મોટીબરાર ખાતે“વિશ્વ સિંહ દિવસ” – ૨૦૨૬ ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

MORBI:મોરબી વન વિભાગ દ્વારા મોડેલ સ્કૂલ મોટીબરાર ખાતે“વિશ્વ સિંહ દિવસ” – ૨૦૨૬ ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ ગીર જંગલ એશિયાઈ સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. આ સિંહોનું સંરક્ષણ તેમજ વન્ય પ્રાણીઓનું સંવર્ધન આપણી સૌની નૈતિક ફરજ છે. આ હેતુસર વિદ્યાર્થીઓમાં બાલ્યકાળથી જ વન્યજીવો પ્રત્યે પ્રેમ, સંવેદના અને જાગૃતિ કેળવવા માટે મોડેલ સ્કૂલ-મોટી બરાર ખાતે વિશ્વ સિંહ દિવસ-૨૦૨૬ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સિંહના સંરક્ષણને અનુલક્ષીને સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળા કક્ષાએ યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓને વન વિભાગના અધિકારીઓ દ્વારા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે શાળાના આચાર્યશ્રી, ઉપસ્થિત વન વિભાગના અધિકારીઓ, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ત્યારબાદ મહાનુભવો દ્વારા પ્રકૃતિના અંશ સમાન વન્યજીવોના રક્ષણ અને સંવર્ધન અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
શાળાના સૌ વિદ્યાર્થીઓ વન વિભાગના અધિકારીઓ તેમજ શિક્ષકો દ્વારા ઉત્સાહભેર સિંહ દિવસ ની ઊજવણી અન્વયે “ગલી ગલી મેં ગુંજે નાદ,ગીર નો સાવજ જિંદાબાદ.”સિંહ બચાવો, જંગલ બચાવો.””પર્યાવરણ બચાવો, ભવિષ્ય બચાવો.”વગેરે જેવા નારા બોલીને સિંહોના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ તકે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચેર રેન્જ મોરબી દ્વારા વન્ય પ્રાણીઓ નું મહત્વ તેમજ સિંહ અને માનવ જીવન વચ્ચે બનતાં ઘર્ષણ વિશે અને સિંહ ને બચાવવા લોકભગીદારીનું મહત્વ સમજાવી વિધાર્થીઓને માહિતગાર કરવા માં આવ્યા શાળાના આચાર્યશ્રી બી.એન. વિડજા સર દ્વારા ઉપસ્થિત વન વિભાગના અધિકારીશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.











