TANKARA ટંકારા, હળવદ, વાંકાનેર સહિતની શાળાઓમાં યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
TANKARA ટંકારા, હળવદ, વાંકાનેર સહિતની શાળાઓમાં યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
સમર યોગ કેમ્પ બન્યો સંસ્કૃતિ ધામ કેન્દ્ર મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજિત સમર યોગ કેમ્પમાં વિધાર્થીઓનાં જન્મદિન પર યજ્ઞ કરીને ઉજવણી કરવામાં આવેલ અને બાળકોને ગીતાના શ્લોક પણ કંઠસ્થ કરવામાં આવેલ.
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગાયત્રીનગર પ્રાથમિક શાળામાં છેલ્લા ત્રણ વર્ષથી સત્તત સમર યોગ કેમ્પ યોજાય રહેલ છે જેમાં વેકેશનમાં રજાના દિવસોમાં 170 જેટલી બહોળી સંખ્યામાં બાળયોગીઓ આજુ બાજુના ગામડાઓથી તથા મોરબી જિલ્લામાંથી પણ આ યોગ કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે યોગ કેમ્પમાં શૈક્ષણિક, સામાજિક, રાજકીય અને આધ્યાત્મિક ક્ષેત્રોમાંથી મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ બાળકોને પ્રેરણા, પ્રોત્સાહન અને પ્રમાણિકતાના ગુણોને જીવન ઘડતરના પ્રાથમિક તબ્બકામાં મળતા બાળકોના સર્વાંગીણ વિકાસ માટે મદદરૂપ બનશે,બાળકોને યોગ, આસન,પ્રાણાયામ, ધ્યાન અને એડવાન્સ યોગ સાથે જુદી જુદી બ્રેઇનએક્ટિવેશન ગેમ્સ, આપણી વિસરાઈ જતી શેરી રમતો અને સાથે મોબાઇલના વધતા જતા એડિક્ટેશને કારણે તથા નુકશાન તથા તેના નિવારણ હેતુ વાંચન અને સ્વાસ્થ્યવર્ધક માહિતી ટ્રેનિંગના માધ્યમથી બાળકોને યોગ કેમ્પમાં પૂરી પાડવામાં આવી રહેલ છે આ સમર યોગ કેમ્પ તારીખ ૧૯/૦૫/૨૦૨૫ સોમવારના રોજ યોગ કેમ્પના બે વિધાર્થીઓના જન્મ દિવસ પર અતિથિ વિશેષ હિન્દુ નવનિર્માણ સેનાના ટંકારા તાલુકાના પ્રમુખ શ્રી યોગીરાજસિંહ જાડેજા તથા સાહિત્ય પ્રેમી પાર્થભાઈ પંડ્યા આ યજ્ઞમાં યજમાન બનેલ અને આહુતિ અર્પણ કરેલ આ અવસર પર ઉપસ્થિત મહેમાનગણ, વાલીગણ, સાધક,ટ્રેનર,કોચ દ્વારા બાળકોને આશીર્વાદ આપી શુભેચ્છા પાઠવેલ, બાળકોમાં આપણી વૈદિક સંસ્કૃતિના સંસ્કાર બને એ હેતુ થી આ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ કેક કાપવાના સ્થાને યોગિક રીતે જન્મ દિનની ઉજવણી કરવામાં આવેલ આ સમર યોગ કેમ્પનું સંચાલન યોગ કોચ કંચનબેન સારેસા, ડિમ્પલબેન સારેસા તથા સહયોગ સંચાલન યોગટ્રેનર મીરાબેન હિંશુ દ્વારા કરવામાં આવ્યું છે બાળકો તથા વાલીઓનો ખૂબ સારો પ્રતિભાવ આ સમય યોગ કેમ્પ દ્વારા મળી રહ્યો છે જે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની નોંધનીય સફળતા છે