GANDHIDHAMGUJARATKUTCH

ગાંધીધામના રામરોટી સેન્ટર ખાતે મુસ્કુરાહટ સંસ્થા દ્વારા 100 થી વધુ બાળકોને મીઠાઈનું વિતરણ કરાયું 

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.

ગાંધીધામ,તા-૧૮ ઓગસ્ટ : ગાંધીધામ ખાતે વર્ષોથી જરૂરિયાતમંદ લોકો અને સરકારના વિવિધ વિકાસ લક્ષી અભિયાનો જેવા કે લોકલ ફોર વોકલ સબકા સાથ સબકા વિકાસ સ્વચ્છતા અભિયાન પર્યાવરણ બચાવો અભિયાન સહિતના લોકઉપયોગી કામો કરવામાં આવે છે ત્યારે તાજેતરમાં યોજાયેલ 78માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે મુસ્કુરહાટ સંસ્થાની સંચાલક સ્મિતા સિંહ અને અંજલી સિંહ દ્વારા ગાંધીધામમાં આવેલા રામ રોટી સેન્ટર ખાતે સમાજના વંચિત વર્ગના 100 થી વધુ બાળકોને ભોજન અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ અગાઉ પણ 26 જાન્યુઆરી એ તેમને ભોજન આપવામાં આવ્યું હતું અને 15 ઓગસ્ટનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું આ અંગે મુસ્કુરાહટ સંસ્થાની સંચાલક અંજલિ સિંઘે જણાવ્યું હતું કે મને ગરીબ અને જરૂરિયાત મંદ લોકોની મદદ કરવી ગમે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની સબકા સાથ સબકા વિકાસ ના સૂત્ર ઉપર કામ કરવાનું પસંદ છે આ આ અગાઉ પણ અમારી સંસ્થાએ કોરોના કાળમાં લોકોને આરોગ્ય લક્ષી સેવાઓ ઉપરાંત ભોજન માસ્ક કપડાં જેવી સુવિધાઓ પૂરી પાડી હતી અને આજના સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે ગાંધીધામના રામ રોટી સેન્ટર ખાતે 100 થી વધુ વંચિત બાળકોને મીઠાઈ નું વિતરણ કર્યું હતું

આ પ્રસંગે હંસરાજ કિરી, સ્મિતા સિંહ, રંજના ગર્ગ, મનોજ ભાઈ, અવની પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!