કાલોલ શહેર સહિત તાલુકમાં ઇદુલ અઝહા (બકરી ઈદ) ની ઉજવણી હર્ષોલ્લાસ સાથે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન.
તારીખ ૦૭/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા પંથક સહિત નગર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા કુરબાની નાં પાવન પર્વ ગણાતા ઈદુલ અઝહા એટલે કે બકરી ઈદની ઉજવણી આંનદ અને ઉત્સાહ પૂર્વક કોમી ભાઈચારાના વાતાવરણ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી જેમાં બકરી ઈદના તહેવારને અનુલક્ષીને શનિવારે વહેલી સવારથી નગર સહિત તાલુકાના તમામ મુસ્લિમ વિસ્તારોમાં બકરી ઈદનો અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ મુસ્લિમ બિરાદરોમાં જોવા મળ્યો હતો જેમાં શનિવારની વહેલી સવારે કાલોલ નગર ખાતે આવેલ ઇદગાહ ખાતે તેમજ નગરની તમામ મસ્જિદો સહિત તાલુકાના વેજલપુર, એરાલ,મલાવ અને બોરુ સહિતના ગામોમાં જ્યાં મસ્જિદો અને ઇદગાહ આવેલી છે ત્યાં મુસ્લિમ બિરાદરોએ ઇસ્લામ ધર્મની માન્યતા મુજબ બકરી ઈદની વિશેષ નમાઝ અદા કરી કુરબાનીના પાવન પર્વ બકરી ઈદની ઉજવણીનો આરંભ કર્યો હતો જેમાં બકરી ઈદના તહેવારને હર્ષોલ્લાસ સાથે ઉજવવા થનગની રહેલા મુસ્લીમ બિરાદરોએ નવા નવા વસ્ત્રોમાં પરિધાન થઈ સજજ દેખાતા હતા જેમાં નાના ભૂલકાઓ પણ પણ બકરી ઈદની ખુશી મનાવવા માટે અવનવા વસ્ત્રોમાં સજ્જ થયેલા જોવા મળ્યા હતા.
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 38;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 35;