BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ જિલ્લામાં આવેલ એકમાત્ર પોસ્ટ એટીએમ બંધ રહેતા 10 હજારથી વધુ ખાતેદારો પરેશાન

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ શહેરમાં લાલ બજાર મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે આવેલ પોસ્ટ એટીએમ પાછલા ત્રણ માસથી બંધ રહેતા અંદાજિત દસ હજારથી વધુ ખાતેદારોને પૈસાની લેવડ દેવડ કરવા માટે કાળઝાળ ગરમી માં કાઉન્ટર પર લાઈનમાં ઉભી રહેવા માટે મજબૂર બન્યા છે. લાલ બજાર ખાતે આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે જિલ્લાનું એકમાત્ર એટીએમ મશીન આવેલ છે.તે પણ પાછલા ત્રણ માસથી બંધ રહેતા સિનિયર સિટીઝન સહિતના ખાતેદારોમા રોષ જોવા મળી રહ્યો છે.એટલુ જ નહીં એટીએમ મશીન બંધ રહેતા એજન્ટો, ખાતેદારો અને પોસ્ટ કર્મચારીઓને પણ હાલાકી પડી રહી છે.અંદાજિત દસ જેટલા ખાતેદારોને એટીએમ મશીન બંધ રહેતા હાલાકી વેઠવી પડી રહી છે.પોસ્ટ એટીએમ મશીન બંધ રહેતા લાલ દરવાજા પોસ્ટ ઓફિસના કર્મચારીઓને આ અંગે પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે અગાઉ કોઈક જગ્યાએ મશીનમાં ફોર્ડ થયો છે.જેને કારણે સમગ્ર ગુજરાતમાં આવેલ તમામ પોસ્ટ ઓફિસના એટીએમ મશીન હાલ બંધ છે.એટીએમ મશીન બંધ હોવાથી ખુબ જ તકલીફ પડી રહી છે.વહેલી તકે ચાલુ થાય તો સારું,બીજી બાજુ ખાતેદારો પણ એટીએમ મશીન ચાલુ કરવા માટે વારંવાર પોસ્ટ ઓફિસમા પાછલા ત્રણ મહિનાથી રજૂઆત કરી રહ્યા છે. ટેન્ડર પૂર્ણ થઇ જતાં એટીએમ બંધ છે હાલ ઓલ ઈન્ડિયાના તમામ પોસ્ટ ઓફિસના એટીએમ મશીનો બંધ છે.એજન્સીનું ટેન્ડર સમાપ્ત થવાને કારણે મશીનો બંધ છે.નવી એજન્સી આવશે એટલે ફરીથી એટીએમ મશીન ચાલુ થશે.

Back to top button
error: Content is protected !!