BANASKANTHAPALANPUR

અંબાજી મંદિરે દાંતાના રાજવી પરિવારનું ધ્વજારોહણ

15 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

અંબાજી મંદિરમાં ફરી મોહનથાળનો પ્રસાદ ચાલુ કરી દેવામાં આવતા માઇ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તો માં અંબાના ચાચર ચોકમાં ઢોલ નગારા સાથે નાચીને પ્રસાદના આગમનને જાણે એક ઉત્સવની જેમ ઉજવી રહ્યાં છે. તો બીજી મોહનથાળ પ્રસાદ કેન્દ્ર પર મોટી મોટી લાઈનો જોવા મળી રહી છે. મા જગદંબાના ચરણોમાં મોહનથાળનો પ્રસાદ ધરાવવામાં આવ્યો ત્યારે અંબાજી મંદિરમાં ‘બોલ મારી અંબે જય જય અંબે’ ના જયઘોષ સાંભળવા મળ્યા હતા. અને માઇ ભક્તો નાચતા કુદતા મોહનથાળ ચાલુ થવાના આ નિર્ણયને આવકારી મોહનથાળના પ્રસાદનો સ્વાદ માણતા જોવા મળી રહ્યા હતા.ત્યારે આજ રોજ દાંતાના રાજવી પરિવાર દ્વારા પણ વાજતે- ગાજતે મોહનથાળની પ્રસાદી ધરાવી મંદિરે ધ્વજારોહણ કર્યું હતું. મા અંબાના ચરણોમાં મોહનથાળ ચડાવી રાજવી પરિવારે મા અંબાના મંદિરના શિખર પર ધ્વજારોહણ કર્યું હતું. મોટી સંખ્યામાં ભક્તો એમાં જોડાયા હતા અને વાજતે ગાજતે મંદિરના ચાચર ચોકમાં ગરબા રમીને હર્ષોલ્લાસથી મા અંબાના મોહનથાળને અંબાજી મંદિરમાં પરત સ્થાન મળતા ખુશી વ્યક્ત કરી હતી.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!