GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મહાનગરપાલિકાના રૂ.૩૨ કરોડથી વધુ વિકાસ કાર્યોનું સી.આર.પાટીલના હસ્તે ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાયું..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*વિકાસના દૃઢ સંકલ્પ સાથે”વિકસિત નવસારીના માર્ગે નવસારી”કેન્દ્રિયમંત્રી સી.આર.પાટીલ*

*નવસારી મહાનગર પાલિકાના વેબસાઈટનું અનાવરણ કરતા કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલ*

નવસારી: તા.૨૦ એપ્રિલ–નવસારી  મહાનગરપાલિકાના રૂા. ૧૪.૯૪ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા રૂા.૧૭.૫૨ કરોડના વિકાસ કામોના અને ૧.૫૨ કરોડના રેઈન વોટર હાર્વેસ્ટિંગ કર્યોનું ખાતમુહૂર્ત કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના હસ્તે  નવસારી ટાટા હોલ્ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ તથા કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર.પાટીલે જણાવ્યું કે  “વિકાસ એ નાગરિકોની જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના સહકારથી નવસારી શહેરને પી.એમ મિત્ર પાર્ક પ્રોજેક્ટ મળ્યા છે જે નવસારી શહેરને  વિકાસની દિશામાં  સતત આગળ લઈ જશે .”

મંત્રીશ્રીએ મહાનગરપાલિક વેબસાઈટના લોન્ચ સાથે મહાનગરપાલિકા ડિજિટલ ગવર્નન્સ તરફ એક મોટું પગથિયું લઈ રહી છે, જેના થકી નાગરિકોને વધુ ઝડપી, પારદર્શક અને અસરકારક સેવાઓનો લાભ મળશે. આ ઉપરાંત નવસારી શહેર મહાનગરપાલિકા બનતા નાગરિકોને અભિનદન પાઠવ્યા હતા સાથે નવસારીના વિકાસના કામો ખુબ જ ઝડપી રીતે આગળ વધશે તેની ખાતરી સૌને આપી હતી

નવસારીના લોકોને  ‘જળ સંરક્ષણ – જન ભાગીદારી” અભિયાનમાં જોડાવા અપીલ કરી કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે ચોમાસામાં વહી જતા પાણીનો સંગ્રહ કરવા ટકોર કરી હતી. રેઇન વોટર હાર્વેસ્ટિંગ અર્થાત્ વરસાદી પાણીના સંગ્રહ ભવિષ્યની પેઢી માટે તો પાણીની બચત થશે, પરંતુ આજના સમયમાં પીવા અને પિયત માટે પાણીની અછતની સમસ્યાને દૂર કરી શકીશું, તેમ મંત્રીશ્રી સી.આર.પાટીલે ઉમેર્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય જળ મંત્રીશ્રી સી.આર.પાટીલએ નવસારી મહાનગર પાલિકાની વેબસાસાઈટનું અનાવરણ કરીને નવસારીને ડીજીટલ ઓળખ આપી હતી તેમજ નવસારી મહાનગરપાલિકાને  ‘સ્વચ્છ નવસારી મહાનગર’ માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વાહનોને લીલી ઝંડી આપી મહાનગરપાલિકાને સ્વચ્છતાની ભેટ આપી હતી. આ ઉપરાંત મહાનગરપાલિકાના સફાઈ કામદારોનું મહાનુભાવોની હસ્તે સન્માન કરી તેમનું પ્રોત્સાહન વધાર્યું હતું . કાર્યક્રમમાં નવસારી મહાનગરપાલિકાના નાગરિકોએ ઉમંગભેર હાજરી આપી હતી તથા શહેરના સર્વાંગી વિકાસ માટે નાગરિકોની સક્રિય ભાગીદારીથી કાર્યક્રમમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું.કાર્યક્રમ ના પ્રારંભમાં  નવસારી મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી દેવ ચોધરીએ મહેમાનો ને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ , જિલ્લા સંગઠન પ્રમુખ ભુરાભાઈ શાહ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા,નવસારી પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા .

Back to top button
error: Content is protected !!