GUJARATHALOLPANCHMAHAL
મોરવા હડફ -SOG અને LCB નું સંયુક્ત ઓપરેશન, 361 નકલી નોટો સાથે એક ઈસમને ઝડપ્યો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૫.૫.૨૦૨૫
પંચમહાલ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મોટી સફળતા મેળવી છે. તાજપુરી-વંદેલી રોડ પર ભાથીજી મહારાજના મંદિર પાસેથી ૫૦૦ રૂપિયાની ૩૬૧ નકલી નોટો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.પોલીસને મળેલી બાતમીના આધારે વિરણીયા ગામના રઘુવિરસિંહ અભેસિંહ ઘોડને પકડવામાં આવ્યો છે. આરોપી પાસેથી કુલ ૧.૮૦ લાખની નકલી નોટો મળી આવી છે. તેની પાસેથી પલ્સર મોટરસાયકલ અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.આ કાર્યવાહી પંચમહાલ ગોધરા રેન્જ IGP આર.વી. અસારી અને SP હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આરોપી પાસેથી વિવિધ બેંકોની ચેકબુક, પાસબુક, રબર સ્ટેમ્પ અને અન્ય સામગ્રી પણ મળી આવી છે.મોરવા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.