BHUJGUJARATKUTCH

કચ્છ સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી માં ભાજપ નાં ભવ્ય વિજય ને આવકારતા સાંસદ વિનોદભાઈ ચાવડા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા૨૯ એપ્રિલ : કચ્છ સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી માં ભાજપ નાં ભવ્ય વિજય ને આવકારતા સાંસદ વિનોદભાઈ ચાવડા. સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી માં ભાજપ નાં ભવ્ય વિજય ની ખુશાલી અને મતદારો નો આભાર માનતા સાંસદ વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીઓ માં જીત એ ઉમેદવાર ઓનો કાયમી લોક સંપર્ક અને લોકો સાથે સુખ દુઃખ નાં સંબધો, લોકો નાં પ્રશ્નોને સદૈવ વાચા આપતા ભાજપ ની જીત છે. બધા કાર્યકરો, સંગઠન ને સાંસદ એ અભિનંદન પાઠવ્યા હતા. જનતા એ લોકશાહી ની પરંપરા ને જીવંત રાખી છે. જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, અને મહા નગરપાલિકા ની જીત અને કાર્યકરો નો ઉત્સાહ ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય ઓ, સંગઠન પદાધિકારી સૌ એ ઉત્સાહ, જીતના વિશ્વાસ સાથે ઉમેદવારોને માર્ગદર્શન અને પ્રેરણા આપી ભાજપ નો ભગવો કચ્છ માં પ્રસરાવ્યો તે બદલ સૌનો આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!