મારી શાળા-હરિયાળી શાળા: સારસ્વતમ્ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ, નિરોણામાં વૃક્ષારોપણ કાર્યક્રમ.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા ,તા-૦૯ સપ્ટેમ્બર : વરસાદી માહોલમાં સારસ્વતમ્ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ, નિરોણામાં આચાર્ય ડૉ. વી.એમ.ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ ઇકો ક્લબ દ્વારા “મારી શાળા – હરિયાળી શાળા” અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાની વચ્ચે વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક શાળાના પ્રાંગણમાં છોડ રોપી પ્રકૃતિનું ઋણ ચૂકવવાનો સરાહનીય પ્રયાસ કરેલ હતો. આ તકે શાળાની માતૃશક્તિ રૂપ શિક્ષિકાઓના સહકારથી પ્રત્યેક વિદ્યાર્થીનીએ પોતાના વાવેલા છોડની જવાબદારી લઈને તેને સુરક્ષિત રાખવાનો સંકલ્પ પણ લેવાયેલ હતો.
વરસાદી માહોલમાં પ્રકૃતિ સાથે એકરૂપ થવાનો એક અદ્ભૂત અનુભવ સૌ માટે રહ્યો અને આ કાર્યક્રમ માત્ર હરિયાળીનુ પ્રતિક જ નહિ, પરંતુ ભાવી પેઢી માટે શુદ્ધ હવા, હરિયાળું પર્યાવરણ અને જીવનદાયી સંદેશ આપતો એક ઉત્તમ સંકલ્પ પણ રહ્યો.
સમગ્ર કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થા ઇકો ક્લબ ઓફિસર અલ્પેશભાઈ જાનીએ સંભાળેલ હતી.







