BHARUCHJHAGADIYA

ઝઘડિયા તાલુકાના રાજપારડી યુનિવ મિનરલ્સ -૨ ની લોક સુનાવણી યોજાઇ.

ઝઘડિયા તાલુકાના રાજપારડી યુનિવ મિનરલ્સ -૨ ની લોક સુનાવણી યોજાઇ.

 

અસરકર્તા ગ્રામ પંચાયતના સરપંચો તથા સ્થાનિક નાગરિકોએ આવનાર પ્લાન્ટ બાબતે ભારે વિરોધ નોંધાવ્યો

 

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી કોમ્યુનિટી હોલ ખાતે આજરોજ જીએમડીસી આમોદ ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલ યુનિવ મિનરલ્સ (યુનિટ-૨) ના સિલિકા પ્લાન્ટની લોક સુનાવણી જીપીસીબીના અધિકારીઓ તેમજ ઝઘડીયા પ્રાંત અધિકારી કાજલ ગામીતની ઉપસ્થિતમાં યોજાઇ હતી, જેમાં ઉપસ્થિતિ અસરગ્રસ્ત ગામના લોકોએ પોતાના સૂચનો રજૂ કર્યા હતા, ઉપસ્થિત સરપંચો નાગરીકોએ વાંધાઓ રજૂ કર્યાં હતા, વધુમાં આમોદ ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ રંજનબેન વસાવા દ્વારા વિવિધ મુદ્દાઓને લઈ પ્રશ્ન કરવામાં આવ્યા હતા જેનો ઉત્તર આપવામાં ઉપસ્થિત અધિકારીઓ તેમજ પ્લાન્ટના સંચાલકો નિષ્ફળ નીવડીયા હતા તથા લેખિતમાં પણ‌ તેમના વિરોધ નોંધાવ્યો હતો, પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ વતી કનુભાઈ વસાવા દ્વારા વિવિધ મુદ્દાઓને લઈ વાંધો રજૂ કરવામાં કરવામાં આવ્યા હતા. ભારે ગરમા ગરમી અને હોબાળા બાદ આ લોક સુનાવણી સંપન્ન થઈ હતી, ઉપસ્થિત અધિકારીઓ દ્વારા તમામ વાંધાઓ આગળ મોકલી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું,

 

ઈરફાનખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!