NARMADA

સ્ટેચ્યુ ઓફ યુનિટી યોજાયો ૧૦મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ:  ૭૦૦ કરતા વધુ યોગસાધકોએ યોગસાધના કરી

સ્ટેચ્યુ ઓફ યુનિટી યોજાયો ૧૦મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ:  ૭૦૦ કરતા વધુ યોગસાધકોએ યોગસાધના કરી

 

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસની ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી.

 

નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસે ઉદબોધનમાં યોગને ભારતની પ્રાચીન પરંપરા ગણાવતા જણાવ્યું કે, યોગ પ્રત્યેક બિમારીનો ઉપચાર છે. આજના તણાવયુક્ત જીવનમાં યોગ શારિરીક અને માનસિક સુખાકારી માટે રામબાણ છે. યોગને જીવનમાં આત્મસાત કરવા માટે યુવાધન સહિત સૌને આહ્વાન કર્યું હતું. સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં યોજાયેલ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લઇને ઘણી આનંદની અનુભુતી થઇ રહી હોવાનું ઉમેર્યુ હતું. વધુમાં તેઓએ ઉપસ્થિત તમામ ને યોગ તરફ આકર્ષાય તે માટે આહવાન કરતા જણાવ્યુ કે, યોગ શરીર નિરોગી માટે અત્યંત જરૂરી છે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝનરી પ્રયાસોના કારણે આજે યોગને વૈશ્વિક ઓળખ મળી છે.

‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની ઉજવણી માટે નર્મદા જિલ્લાના આઇકોનિક પ્રવાસન સ્થળ SOU-એકતાનગરનો પણ સમાવેશ કરાયો હતો.

આ વેળાએ બનાસકાંઠાના નડાબેટ ખાતેથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ તેમજ જમ્મુ-કાશ્મીરના શ્રીનગર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વીડિયો કોન્ફરન્સના ઓનલાઈન માધ્યમથી ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની ઉજવણી સંદર્ભે આપેલું ઉદબોધન સૌએ સાંભળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!