MORWA HADAFPANCHMAHAL

વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળ,પંચમહાલ હસ્તકની વિવિધ જોગવાઈઓ હેઠળ વર્ક ઓર્ડર વિતરણ કેમ્પ યોજાયો

રિપોર્ટર રાગિણી દરજી.. મોરવા હડફ

30/06/2023

વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત મોરવા(હ) તાલુકાના કુલ ૫૩ ગામોના રૂપિયા ૩૪૦.૯૫ લાખની રકમના કુલ ૩૧૭ કામોના વર્ક ઓર્ડર વિતરણ કરાયા વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળ,પંચમહાલ હસ્તકની વિવિધ જોગવાઈઓ જેવી કે,૧૫% વિવેકાધીન જોગવાઈ, તાલુકા કક્ષા,એટીવીટી કાર્યવાહક,એટીવીટી તાલુકા કક્ષા,પ્રાંત કક્ષા જોગવાઈ હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪માં મોરવા(હ) તાલુકાના કુલ ૫૩ ગામોના કુલ રૂપિયા ૩૪૦.૯૫ લાખની રકમના કુલ ૩૧૭ કામોના વર્ક ઓર્ડરનું વિતરણનો કેમ્પ સાયન્સ કોલેજ, મોરવા(હ) ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે કલેક્ટર એ મંજુરી આપેલા કામોની વહીવટી પ્રક્રિયા પુર્ણ કરી તમામ કામોના વર્ક ઓર્ડર આપી સબંધિત ગ્રામપંચાયતને કામો સત્વરે શરૂ કરી કામોની ગુણવત્તા જાળવી સમય મર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી.આ તકે ઉપસ્થિત ધારાસભ્ય હડફ મોરવા નિમિષા બેન સુથાર દ્વારા આ કામોના એકસાથે વર્ક ઓર્ડર આપવાની કલેક્ટર શ્રી ની કામગીરીની પ્રસંશા કરી અને સરપંચ ઓને આ કામગીરી સમયસર પુર્ણ કરવા સરપંચઓને આહવાન કર્યું હતું.

મોરવા તાલુકાના કામોના વર્ક ઓર્ડર વિતરણ કેમ્પમાં મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર, કલેક્ટર આશિષ કુમાર, તાલુકા પ્રમુખ ,બાંધકામ સમિતિના ચેરમેન અન્ય પદાધિકારીઓ તથા તમામ ગામોના સરપંચશ્રીઓ અને તલાટી કમમંત્રીઓ હાજર રહ્યા હતા.
***

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!