NANDODNARMADA

નર્મદા જિલ્લા કલેકટર ગંગાસિંઘની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થાની જિલ્લા સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ

નર્મદા જિલ્લા કલેકટર ગંગાસિંઘની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થાની જિલ્લા સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ

રાજપીપલા : જુનેદ ખત્રી

 

જિલ્લા કલેકટર ગંગાસિંઘની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

 

બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલે વર્ષ ૨૦૦૨થી ૨૦૨૬ દરમિયાન નોંધાયેલા નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓની સ્થિતિ, કાયદો અને વ્યવસ્થા સંબંધિત વિવિધ અરજીઓની સમીક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલા જનજાગૃતિ કાર્યક્રમોની વિગતવાર માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અટકાયતી પગલાં, તહેવારો, ધાર્મિક પર્વો, સરઘસો તથા અન્ય જાહેર કાર્યક્રમો દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા ઉપરાંત નાગરિકોમાં કાયદા પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી શાળાઓ, કોલેજો તેમજ ગામડાઓમાં નિયમિત જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને માહિતીપ્રદ પેમ્ફલેટો દ્વારા પણ જનજાગૃતિ ફેલાવવામાં આવે છે.

 

જિલ્લા કલેકટર ગંગાસિંઘે બેઠક દરમિયાન સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપતાં જિલ્લાના કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ રહે તે માટે સંકલિત રીતે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.

Back to top button
error: Content is protected !!