DEDIAPADANARMADA

ચિકદા ખાતે ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાન ઉપસ્થિતિમાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

*ચિકદા ખાતે ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાન ઉપસ્થિતિમાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

 

તાહિર મેમણ – ડેડીયાપાડા -:12/06/2026 – ભારત યાત્રા કેન્દ્ર દ્વારા સંચાલિત શ્રી નાલંદા આશ્રમશાળા, ચિકદા ખાતે જિલ્લા સામાજિક વનીકરણ (ફોરેસ્ટ) વિભાગ દ્વારા “એક પેડ માં કે નામ” કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ડેડીયાપાડા મતવિસ્તારના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા મુખ્ય ઉપસ્થિતિ રહ્યા હતા. ઉપરાંત નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ અંજનાબેન અનિરુદ્ધભાઈ, ન્યાય સમિતિના અધ્યક્ષ શકુંતલાબેન દેવેન્દ્રભાઈ, નર્મદા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દેવેન્દ્રભાઈ, ચિકદા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ વસાવા, તાલુકા પંચાયતના સભ્ય હસમુખભાઈ વસાવા, કુંડીઆંબા તાલુકા પંચાયતના સભ્ય સુમિતભાઈ વસાવા તેમજ ચિકદા ગામના સરપંચ લતાબેન ઉપસ્થિત રહ્યા હતા.

 

આ ઉપરાંત આર.એફ.ઓ. મેડમ, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, નાલંદા આશ્રમશાળાના સ્ટાફ, વિદ્યાર્થીઓ તથા ચિકદા ગામના ગ્રામજનોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું. પ્રસંગે મહાનુભાવોએ વૃક્ષોનું મહત્વ સમજાવી પર્યાવરણ જાળવવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું સંરક્ષણ કરવાની અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રકારના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું અને હરિયાળું તથા સ્વચ્છ પર્યાવરણના નિર્માણ માટે સૌએ સંકલ્પ લીધો હતો. જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ અને શ્રી નાલંદા આશ્રમશાળાના સંયુક્ત સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમમાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!